Home /News /national-international /ઈવીએમને લઈને કોઈ ફરિયાદ નથી આવી તે સારી બાબત: ગુજરાત અને હિમાચલમાં શાંતિથી ચૂંટણીથી પુરી થતાં હાશકારો થયો
ઈવીએમને લઈને કોઈ ફરિયાદ નથી આવી તે સારી બાબત: ગુજરાત અને હિમાચલમાં શાંતિથી ચૂંટણીથી પુરી થતાં હાશકારો થયો
gujarat election result 2022
હિમાચલ પ્રદેશ અને ગુજરાતની તમામ 250 વિધાનસભા બેઠકો પર મત ગણતરી દરમિયાન, EVMને લઈને કોઈ ફરિયાદ નથી આવી ન તો ફરીથી મતદાન થયું અને ન કોઈ ફરિયાદ થઈ. જો કે આ વખતે ચૂંટણી પંચ શહેરી મતદારોની ઉદાસીનતાથી વધુ ચિંતિત છે.
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ અને ગુજરાતની તમામ 250 વિધાનસભા બેઠકો પર મત ગણતરી દરમિયાન, EVMને લઈને કોઈ ફરિયાદ નથી આવી ન તો ફરીથી મતદાન થયું અને ન કોઈ ફરિયાદ થઈ. જો કે આ વખતે ચૂંટણી પંચ શહેરી મતદારોની ઉદાસીનતાથી વધુ ચિંતિત છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "59,723 મતદાન મથકોમાંથી કોઈપણ પણ મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન નથી થયું. અવ્યવસ્થા અથવા ભીડ નિયંત્રણ અથવા કોઈપણ પ્રકારની અરાજકતાની કોઈ ઘટના જોવા મળી નથી. કોઈપણ તબક્કે ઈવીએમમાં ખરાબી અંગે કોઈ ફરિયાદ મળી નથી. વધુ મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણી પરિણામમાં 1000થી વધુની જીતની માર્જિન પણ સ્વીકારવામાં આવી અને કોઈ ફરિયાદ નહોતી.
હિમાચલ પ્રદેશમાં પાંચ બેઠકો પર જીતનું માર્જીન ઓછું
હિમાચલ પ્રદેશમાં પાંચ સીટ એવી હતી જ્યાં જીતનું અંતર 500થી ઓછું હતું. ઉદાહરણ તરીકે, ભોરંજ મતવિસ્તારમાં માત્ર 60 અને શ્રી નૈનાદેવીજી બેઠક માટે 171નો તફાવત હતો. તેવી જ રીતે ગુજરાતની બે બેઠકો રાપર અને સોમનાથ છે જ્યાં 577 અને 922નો તફાવત હતો.
ચૂંટણીની સત્યનિષ્ઠા પર એટલો વિશ્વાસ છે
ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પક્ષ કે ઉમેદવારે પરિણામો પર સવાલ ઉઠાવ્યા નથી કે ફરીથી મતગણતરી માટે કહ્યું નથી. EVM સાથે છેડછાડની સામાન્ય રેટરિકનું પુનરાવર્તન થયું નથી." અધિકારીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના ઘણા મતદારોએ મતદાન કરવામાં રસ દાખવ્યો નથી. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી અને લોકશાહી વિશે ટિપ્પણી કરી શકે છે.
સુરત અને રાજકોટમાં નોંધાયેલ મતદાનની ટકાવારી
ગુજરાતમાં સુરત, રાજકોટ અને જામનગર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્યની સરેરાશ 64% કરતા ઓછું મતદાન નોંધાયું છે. જ્યારે ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી હતી, ત્યારે આ મહત્વપૂર્ણ જિલ્લાઓમાં શહેરી ઉદાસીનતાને કારણે સરેરાશ મતદાનની ટકાવારી ઘટી હતી. હિમાચલ પ્રદેશમાં શિમલા શહેરી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી ઓછું 62.53 ટકા (13 ટકાથી ઓછા પોઈન્ટ્સ) મતદાન નોંધાયું હતું જ્યારે રાજ્યનુ સરેરાશ મતદાન 75.6 ટકા હતું.
ગ્રામ્ય અને શહેરી મતવિસ્તારો વચ્ચે ટકાવરીમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો ગ્રામ્ય અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનની ટકાવારીમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો. આ તફાવત 34.85 ટકા જેટલો મોટો હતો. તેની સરખામણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામ્ય મતવિસ્તારમાં 82.71 ટકા અને કચ્છ જિલ્લાના ગાંધીધામના શહેરી મતવિસ્તારમાં 47.86 ટકા મતદાન નોંધાયું હતું.
ઓછા મતદાન કેન્દ્રોની ઓળખ કરવાના હતા નિર્દેશ
દેશભરમાં શહેરી ઉદાસીનતાની પ્રવૃતિને દૂર કરવા માટે આયોગે લક્ષિત જાગૃતિ હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા માટે તમામ સીઈઓને ઓછા મતદાર મતક્ષેત્રો અને મતદાન મથકોની ઓળખ કરવાના નિર્દેશ આપ્યા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર