યોગી 72, માયાવતી 48 કલાક નહીં કરી શકે ચૂંટણી પ્રચાર, ECએ લગાવ્યો પ્રતિબંધ

માયાવતી, યોગી આદિત્યનાથ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પાર્ટીઓ તાડામાર રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે ભાજપા અને બસપાને ચૂંટણી પંચે એક મોટો ઝટકો આપ્યો છે.

 • Share this:
  લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પાર્ટીઓ તાડામાર રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે ભાજપા અને બસપાને ચૂંટણી પંચે એક મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે 72 કલાક માટે સીએમ યોગી અને માયાવતીને 48 કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

  લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પાર્ટીઓના પ્રચાર પ્રસાર વચ્ચે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આચાર સંહિતાના ભંગ બદલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના સુપ્રિમો માયાવતી સામે કાર્યવાહી કરી છે.

  ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ અને માયાવતીના ચૂંટણી પ્રચાર પર ક્રમશ: 72  અને 48 કલાક માટેના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચના આદેશ બાદ બંને નેતાઓના આગામી દિવસોના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો રદ થશે.

  વિવાદીત નિવેદનના મામલામાં ચૂંટણી પંચે 72 કલાક માટે સીએમ યોગીના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. આયોગે 48 કલાક માટે માયાવતીને પણ પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. આયોગનો આ આદેશ આવતીકાલે સવારે 6 કલાકથી લાગુ થશે. આયોગે આ આદેશ સીએમ યોગી આદિત્યનાથ અને માયાવતીના ચૂંટણી પ્રચાર દરમ્યાન વિવાદીત નિવેદનોને લઈ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ મામલા પર આજે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગનો ઉધડો લીધો હતો.

  સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આધાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈ ચૂંટણી પંચની સમિતી શક્તિઓને લઈ નારાજગી દર્શાવી હતી. કોર્ટે આયોગ પાસે સવારે 10.30 કલાક સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા મામલાને તમે નજરઅંદાજ ન કરી શકાય. આવા નિવેદનો પર તમે કઈંના કર્યું. તમારે આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા તોડવાને લઈ તે નોટિસ અને એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: