Home /News /national-international /

PM મોદીને વધુ એક ક્લીનચીટ, ચૂંટણી પંચે કહ્યું નથી કર્યો આચાર સંહિતાનો ભંગ

PM મોદીને વધુ એક ક્લીનચીટ, ચૂંટણી પંચે કહ્યું નથી કર્યો આચાર સંહિતાનો ભંગ

  ચૂંટણી આયોગે વડાપ્રધાનને વધુ એક ક્લીનચીટ આપી છે. આયોગનું કહેવું છે કે તેઓએ રેલીમાં ભાષણ દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો નથી. આ પહેલા ગુજરાતમાં પણ ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીનચીટ આપી હતી. અહીં તેમના પર રોડ શો કરતાં કોંગ્રેસે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી.

  મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રાહુલ ગાંધીના કેરળના વાયનાડથી ચૂંટણી લડવા પર અપરોક્ષ રીતે સવાલ ઉઠાવ્યા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ હવે નહીં જોવા મળે છકડો રીક્ષા, કંપનીએ પ્રોડક્શન બંધ કર્યું

  ચૂંટણી પંચે પીએમ મોદીના આ નિવેદનને ધ્યાનથી સાંભળ્યું હતું. ત્યારાબાદ ક્લીનચીટ આપવાનો નિર્ણય લીધો છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Clean chit, Election commission, Lok sabha election 2019, મહારાષ્ટ્ર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन