Home /News /national-international /

4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, તેલંગાણાને જોવી પડશે રાહ

4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, તેલંગાણાને જોવી પડશે રાહ

પ્રતિકાત્મક તસવીર

ચૂંટણી આયોગ શનિવારે ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીકોની જાહેરાત કરી શકે છે.

  ચૂંટણી આયોગ શનિવારે ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીકોની જાહેરાત કરી શકે છે. આ અંગે ચૂંટણી પંચ બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરેન્સ પણ કરી શકે એવી શક્યતાઓ છે. આ ચાર રાજ્યોના વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના ડિસેમ્બર મહિનામાં પુરો થવા જઇ રહ્યો છે.

  બીજી તરફ તેલંગાણાને વિધાનસભા ચૂંટણી માટે થોડી રાહ જોવી પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, મતદાતા સૂચનાના અપડેશનની પ્રક્રિયા હજી પુરી થઇ નથી. યાદીના અપડેશન પછી ચૂંટણી તારીખો જાહેર કરાશે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે થોડા સમય પહેલા જ વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલની મંજૂરી પછ ત્યાં વિધાનસભા ભંગ થઇ ચૂકી છે. નવી સરકાર બને ત્યાં સુધી તેલંગાણાના કાર્યકારી મુખ્યતરીકે યથાવત્ રહેશે.

  ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા થઇ રહેલા વિધાનસભા ચૂંટણીને 2019ની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ચારમાંથ ત્રણ રાજ્યોમાં બીજેપી સરકાર છે જ્યાં કોંગ્રેસ તેને હરાવવા માટે એટી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની પરીક્ષા માનવામાં આવી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેસન અને છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી બીજેપી સરકાર છે. રાજસ્થાનમાં પણ બીજેપીએ સત્તામાં કબજો મેળવ્યો છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ બીજેપીને હરાવીને લોકસભા ચૂંટણી માટે પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસમાં છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Announce, Assembly polls, Election commission, કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર