ન્યૂઝ 18 ગુજરાતી: આગામી લોકસભાી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા શનિવારે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યુ છે. જોકે, હજુ સુધી લોકસભાની ચૂંટણીની તારીખ અંગે નિર્ણય લેવામાં નથી આવ્યો.
પ્રાપ્ત જાણકારી મુજબ, ચૂંટણી પંચની બેઠકમાં શનિવારે 12 વાગ્યે યોજાશે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડા સાથે બે અન્ય સદસ્યો પણ ઉપસ્થિત રહેશે.અગાઉ ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે ચૂંટણી પંચની સમિતિ ગમે તે દિવસે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવી અટકળો છે, કે ચૂંટણીની જાહેરાત મંગળવારે અથવા તો આ અઠવાડીયાના અંતે થઈ શકે છે.
વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખ બાદ આવતા અઠવાડિયે ચૂંટણી નિરિક્ષકોની પ્રથમ અને બીજા ચરણના મતદાન માટે બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કાના મતદાનનું જાહેરનામુ માર્ચના અંતિમ અઠવાડિયામાં બહાર પડી શકે છે, જ્યારે મતદાન એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે.
એવી શક્યતા છે કે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂટણી પણ લોકસભા સાથે થઈ શકે છે. 17મી લોકસભાની ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર