'ચોકીદાર ચોર હે'ના નિવેદનનો વિવાદ, રાહુલ સામે ચૂંટણી પંચ કરશે તપાસ

News18 Gujarati
Updated: April 18, 2019, 10:38 PM IST
'ચોકીદાર ચોર હે'ના નિવેદનનો વિવાદ, રાહુલ સામે ચૂંટણી પંચ કરશે તપાસ
ફાઇલ તસવીર

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચ ટૂંક સમયમાં તપાસ શરૂ કરશે. રાહુલ ગાંધીએ અમેઠીમાં પ્રેસ કોન્ફરન્સમાં રાફેદ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી વિચાર કરવાની અરજી સ્વીકારવાના મુદ્દે કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે રાહુલના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ પાઠવી હતી. રાહુલ ગાંધીના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં કોર્ટ બદનક્ષીની અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અમેઠી સીટ માટે ઉમેદવાર પત્ર ભર્યા બાદ કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે ચોકીદારજીએ ચોરી કરી છે. તેઓએ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે કે રાફેલમાં ભ્રષ્ટાચાર છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કોર્ટ બદનક્ષીની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ફરી વિચારની અરજી પર સુનાવણી કરવા અને સરકારની દલીલોને નકાર્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.
First published: April 18, 2019, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading