બંગાળમાં હિંસા બાદ એક દિવસ વહેલો પ્રચાર બંધ, બે અધિકારીની બદલી

ચૂંટણી પંચે આર્ટિક 324 અંતર્ગત રાજ્યના 9 લોકસભા મત વિસ્તારમાં પ્રચાર પર રોક મૂકી અને બે ઉચ્ચ અધિકારીઓની બદલી કરી.

News18 Gujarati
Updated: May 15, 2019, 8:52 PM IST
બંગાળમાં હિંસા બાદ એક દિવસ વહેલો પ્રચાર બંધ, બે અધિકારીની બદલી
ચૂંટણી પંચના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી હતી.
News18 Gujarati
Updated: May 15, 2019, 8:52 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કડક વલણ અખત્યાર કર્યુ છે. ચૂંટણી પંચે 9 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે તો સાથે બે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે.

પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે આર્ટિકલ 324 અંતર્ગત આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી રાજ્યની ડમડમ, બરાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુરા, જાદવપુર, ડાયમન્ડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાત્તામાં પ્રચાર નહીં થાય અને સીધું વોટિંગ યોજાશે.

પ્રથમ વાર આર્ટિકલ 324નો અમલ

ચૂંટણી પંચે કહ્યું કે સંભવત: પ્રથમ વાર આર્ટિકલ 324નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ અંતિમ વાર પણ નથી. જો આ પ્રકારે હિંસા થતી રહે તો ચૂંટણી પંચ ભવિષ્યમાં પણ અમલ કરી શકે છે. આ સાથે જ વિદ્યાસાગરની પ્રતિમાના તોડફોડ મુદ્દે ચૂંટણી પંચ કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે રાજ્ય પ્રસાશ વહેલી તકે દોષિતોને પકડી પાડશે.

એડીજી સીઆઈડી અને પ્રિન્સિપાલ સેક્રેટરીને બદલી
ચૂંટણી પંચે એડીજી સીઆઈડી રાજીવ કુમારને ગૃહમંત્રાલય ખાતે બદલી કરી નાંખી છે જ્યારે પ્રિન્સિપલ ગૃહ અને સ્વાસ્થ્ય સેક્રેટરીની બદલી કરી નાંખવામાં આવી છે.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...