'ન્યાય' સ્કીમ પર કોમેન્ટ કરી ઘેરાયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ, ECની નોટિસ

News18 Gujarati
Updated: March 27, 2019, 9:49 AM IST
'ન્યાય' સ્કીમ પર કોમેન્ટ કરી ઘેરાયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ, ECની નોટિસ
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર (ફાઇલ ફોટો)

નીતિ આયોગના ઉપાધ્યક્ષે ટ્વિટ કરી ન્યાય સ્કીમ વિશે કહ્યું કે, આ યોજના ક્યારેય લાગુ નહીં થાય

  • Share this:
ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે રાજીવ કુમારને તેમની ટિપ્પણી પર સ્પષ્ટતા માંગી છે, જેમાં તેઓએ કોંગ્રેસ તરફથી આગામી લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા એક વાયદા પર ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે જાહેરાત કરી હતી કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો દેશની 20 ટકા એટલે કે 5 કરોડ ગરીબોને પ્રતિ મહિને 6,000 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસે તેને ન્યાય એટલે કે લઘુત્તમ આવક યોજનાનું નામ આપ્યું છે. જોકે, ભારતીય જનતા પાર્ટી તેને કોરો વાયદો હોવાનું કહી રહી છે.

આ પણ વાંચો, રઘુરામ રાજનના સલાહ-સૂચન બાદ તૈયાર થઈ કોંગ્રેસની 'ન્યાય સ્કીમ'- રાહુલ ગાંધી

કોંગ્રેસના આ ચૂંટણી વાયદાને લઈને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે આ યોજના ક્યારેય લાગુ નહીં થાય. તેઓએ ટ્વિટ કર્યું હતું કે, તે સાચું છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પહેલા પણ લોકોને ચાંદનો વાયદો કરી ચૂકી છે. કોંગ્રેસ અધ્યક્ષે એક સ્કીમની જાહેરાત કરી છે જે રાજકોષીય અનુશાસનને તોડી દેશે. તેનાથી કામ ન કરવાનું ચલણ વધશે. તે ક્યારેય લાથુ નહીં થઈ શકે.

રાજીવ કુમારે કહ્યું હતું કે મિનિમમ ઇનકમ ગેરન્ટી સ્કીમ GDPનો ર ટકા અને કુલ બજેટનો 13 ટકા હશે. તેનાથી લોકોની મૂળ જરૂરિયાતોની પૂર્તિ નહીં થઈ શકે. રાજીવે ટ્વિટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 1971માં ગરીબી હટાવો, વર્ષ 2008માં ઓઆરઓપી અને વર્ષ 2013માં ચૂંટણી જીતવા માટે ફૂડ સિક્યુરિટી બિલની જાહેરાત કરી હતી પરંતુ તેમાંથી કોઈ પણ પૂરી ન કરી શકી. આવું જ મિનિમમ ઇન્કમ ગેરંટી સ્કીમની સાથે થશે.

બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે આ કોંગ્રેસની 'ગરીબી મિટાવો ન્યાય યાત્રા'ની આ દેશમાં નવી શરૂઆત છે. 'ગરીબથી ન્યાય અને ગરીબને ન્યાય'- આ જ છે ન્યાય એટલે લઘુત્તમ આવક યોજના. કોંગ્રેસ સરકારોએ સ્વતંત્રતા બાદ ભારતની ગરીબીને 70 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધી. તેઓએ કહ્યું કે અમે બાકીની 22 ટકા ગરીબીને દૂર કરવા માટે કામ કરીશું.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...