Home /News /national-international /

Election 2022: કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

Election 2022: કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

પાંચ રાજ્યોમાં કોંગ્રેસના (congress)કારમાં પરાજય પછી પાર્ટીમાં ફરી એક વખત ગાંધી પરિવાર (Gandhi family)સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે

congress News - કોંગ્રેસ નેતાએ કહ્યું- રાહુલ ગાંધી સખત મહેનત કરે છે પણ તે નેતાના રૂપમાં ચૂંટણી જીતાડી શકતા નથી. હું તેમને એક નેતાના રૂપમાં પ્રેમ કરું છું પણ જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી. આ સમય ગાંધી ભાઇ-બહેનોને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વથી અલગ કરવાનો છે

વધુ જુઓ ...
    ચેન્નઈ : પાંચ રાજ્યોમાં કોંગ્રેસના (congress)કારમાં પરાજય પછી પાર્ટીમાં ફરી એક વખત ગાંધી પરિવાર (Gandhi family)સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. AICC ના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.નારાયણને કહ્યું કે લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ. કારણ કે ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે જનતાનો વિશ્વાસ રાહુલ (rahul gandhi)અને પ્રિયંકા (priyanka gandhi)મેળવી શક્યા નથી. વી.નારાયણને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કુપ્રબંધનના કારણે જ પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

    વી.નારાયણને કહ્યું કે પોતાના સારા ઇરાદા હોવા છતા રાહુલ ગાંધી છેલ્લા 20 વર્ષોમાં કોંગ્રેસ માટે કશું પણ મેળવી શક્યા નથી અને જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડાઇમાં પાર્ટીની પ્રભારી તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ કોઇ અસર બતાવી શકી નથી. નારાયણને કહ્યું કે કોંગ્રેસ મોદી સરકારની બાજીગરી અને તેમના ખોટા ધન, બળ અને બાહુબલ સામે લડી રહી છે. આવામાં પાર્ટીના કુપ્રબંધનના કારણે કોંગ્રેસ ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ. કોંગ્રેસના નેતાઓની દેશની જનતામાં કોઇ અપીલ નથી. હવે આ સૌથી મોટી સમસ્યા છે.

    આ પણ વાંચો - યોગી આદિત્યનાથે લોકોને આપી સલામતીની ભાવના, તો લોકોએ આપ્યો ઐતિહાસિક જનાદેશ

    તેમણે કહ્યું કે એક સલાહકારની ભૂમિકામાં સોનિયા ગાંધીની દૂરદર્શિતા અને સમજદારી પાર્ટી માટે મહત્વપૂર્ણ ફેરફાર લાવશે. જોકે તેમણે પોતાના પરિવારને તેનાથી દૂર રાખવો જોઈએ. નારાયણને કહ્યું કે એવા ઘણા ઉદાહરણ છે જેમાં એક સંપન્ન વ્યાવસાયિક ઉદ્યમના સંસ્થાપક પરિવાર, સંગઠનના વ્યાપક હિતમાં પ્રોફેશનલોને રસ્તો આપવા માટે પોતે જ તેનાથી અલગ થઇ ગયા હોય. રાજનીતિ પરિણામોનો ખેલ છે. ઇન્દીરા ગાંધી અને સોનિયા ગાંધીએ ઘણી અસફળતાઓ છતા સારા પરિણામ આપ્યા હતા. જ્યારે રાહુલ અને પ્રિયંકા ગાંધીને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે 20 વર્ષથી લાગ્યા છે. છતા પણ તે સફળ થઇ શક્યા નથી.

    નારાયણને કહ્યું કે દેશ પાર્ટીથી મોટો છે અને પાર્ટી વ્યક્તિઓ અને પરિવારોથી મોટી છે. રાહુલ ગાંધી સખત મહેનત કરે છે પણ તે નેતાના રૂપમાં ચૂંટણી જીતાડી શકતા નથી. હું તેમને એક નેતાના રૂપમાં પ્રેમ કરું છું પણ જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી. આ સમય ગાંધી ભાઇ-બહેનોને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વથી અલગ કરવાનો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election 2022, Congress ‬, Election 2022, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन