Home /News /national-international /કાકા પર હતી મિલિવિદ્યા કરવાની શંકા, ભત્રીજાએ માથુ કાપીને કરી હત્યા

કાકા પર હતી મિલિવિદ્યા કરવાની શંકા, ભત્રીજાએ માથુ કાપીને કરી હત્યા

ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 30 વર્ષના વ્યક્તિએ કથિત રીતે તેના 60 વર્ષના કાકાનું માથું કાપીને હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને શંકા છે કે વૃદ્ધ વ્યક્તિ તેના પિતાના મૃત્યુ અને અન્ય સંબંધીઓની ખરાબ તબિયત પાછળ છે. મૃતકની ઓળખ તુંગુરુ સિંહ તરીકે થઈ છે, જે આદિવાસી સમુદાયમાંથી આવતો હતો.

વધુ જુઓ ...
    બારીપાડા: ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 30 વર્ષના વ્યક્તિએ કથિત રીતે તેના 60 વર્ષના કાકાનું માથું કાપીને હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને શંકા છે કે વૃદ્ધ વ્યક્તિ તેના પિતાના મૃત્યુ અને અન્ય સંબંધીઓની ખરાબ તબિયત પાછળ છે. મૃતકની ઓળખ તુંગુરુ સિંહ તરીકે થઈ છે, જે આદિવાસી સમુદાયમાંથી આવતો હતો.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે તુંગુરુ સિંહ ખુંટા વિસ્તારના સરજમદીહી ગામમાં સ્થિત પોતાના ઘરમાં એકલા હતા. તેમની પત્ની અને પુત્રવધૂ નજીકના સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા ગયા હતા. પરત ફરતી વખતે તેણે તુંગુરુનું લોહીલુહાણ માથું કપાયેલું જોયું.

    પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી તો શંકાની સોય મૃતકના ભત્રીજા બાપુ પર જ ગઈ. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછ બાદ બાપુની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે હત્યાની કબૂલાત કરી છે. પોલીસે કહ્યું, 'બાપૂનને લાંબા સમયથી તેના કાકા પર મેલીવિદ્યાની શંકા હતી. તેમની વચ્ચે જમીન મિલકત બાબતે પણ વિવાદ ચાલી રહ્યો હતો. શુક્રવારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બાપુએ સિંહની હત્યા કરી હતી.

    આ પણ વાંચોઃ માતાની હત્યા કરી મૃતદેહને બગીચામાં દાટી દીધો! પછી પૈસા ડ્રગ્સ અને આલ્કોહલ પાછળ ખર્ચ્યા, હવે મળી સજા

    ઓરિસ્સામાં કડક કાયદા હોવા છતાં, મેલીવિદ્યાની શંકાના આધારે હત્યા અને હુમલાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. આ વર્ષે ઓરિસ્સામાં પ્રિવેન્શન ઓફ વિચ હંટિંગ એક્ટ 2013 હેઠળ 60 થી વધુ કેસ નોંધાયા છે. આમાંના મોટાભાગના ગુના આદિવાસી બહુલ મયુરભંજ જિલ્લામાં નોંધાયા હતા.
    First published:

    Tags: Double murder, Murder case, Murder news