Home /News /national-international /Precaution Dose: પ્રિકોશન ડોઝ માટે વૃદ્ધોને આપવું પડશે મેડિકલ સર્ટિફિકેટ, લિસ્ટમાં છે 20 બીમારીઓ

Precaution Dose: પ્રિકોશન ડોઝ માટે વૃદ્ધોને આપવું પડશે મેડિકલ સર્ટિફિકેટ, લિસ્ટમાં છે 20 બીમારીઓ

પ્રિકોશન ડોઝ માટે વૃદ્ધોને મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે.

Covid-19 Precaution Dose: કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ના વધતાં જોખમને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વેક્સિનના પ્રિકોશન ડોઝ (Precaution Dose) આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હી. કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આશંકાઓ અને કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ના વધતાં જોખમને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે વેક્સિનના પ્રિકોશન ડોઝ (Precaution Dose) આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આવતા વર્ષે ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના કિશોરો માટે વેક્સીનેશન અભિયાન શરુ કરવામાં આવશે. આ સાથે જ 10 જાન્યુઆરીથી સ્વાસ્થ્ય તેમજ ફ્રન્ટલાઇન પર તૈનાત કર્મચારીઓ, અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને ડોક્ટરોની સલાહથી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે, તેમણે ‘બૂસ્ટર ડોઝ’ (Booster Dose)નો ઉલ્લેખ ન કરતા, તેને પ્રિકોશન ડોઝનું નામ આપ્યું.

CoWIN પોર્ટલના ચીફ ઓફ સીઈઓ ડો આરએસ શર્માએ જણાવ્યું કે કોવિડ-19ના બૂસ્ટર ડોઝ માટે યોગ્ય વૃદ્ધોને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડશે. મેડિકલ સર્ટિફિકેટના માધ્યમથી તેમણે જણાવવું પડશે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને એ બીમારી નથી, જેને આરોગ્ય મંત્રાલયે પોતાની યાદીમાં સમાવી છે. આરોગ્ય મંત્રાલયે પોતાની યાદીમાં 20 બીમારીનો સમાવેશ કર્યો છે, જે કોઇપણ વ્યક્તિને હશે તો એને કોરોના વેક્સિન નહીં આપવામાં આવે.

ડો. શર્માએ જણાવ્યું કે યોગ્ય વડીલોને પોતાના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવી પડશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનના અભિયાનની શરૂઆતમાં જે રીતે 45થી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોના વેક્સીનેશન દરમ્યાન કહ્યું હતું કે જો કોઈને ગંભીર બીમારી છે તો એની જાણકારી ડોક્ટરને આપવી પડશે. એ જ રીતે બૂસ્ટર ડોઝ માટે 60 વર્ષથી વધુના બધા જ યોગ્ય વૃદ્ધોને પણ પોતાની બીમારી સંબંધિત જાણકારી આપવી આવશ્યક છે.

આ પણ વાંચો: વર્ષની અંતિમ ‘મન કી બાત’માં PM મોદીએ Omicron અંગે દેશવાસીઓને ચેતવ્યા, શહીદ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા

તેમણે ન્યુઝ18.કોમને જણાવ્યું કે, બૂસ્ટર ડોઝથી જોડાયેલી પ્રક્રિયા એવીને એવી હશે જેને પહેલાથી અપનાવવામાં આવી રહી છે. શર્માને CoWIN, સોફ્ટવેર બનાવવાનું શ્રેય આપવામાં આવે છે, જે ભારતના કોવિડ-19 રસીકરણ અભિયાનની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો: NASAએ દુનિયાનું સૌથી શક્તિશાળી The James Webb ટેલિસ્કોપ લોંચ કર્યું, જુઓ Video

આરોગ્ય મંત્રાલય દ્વારા યાદીમાં જે રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ડાયાબિટીસ, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, કિડનીની સમસ્યા અથવા ડાયાલિસિસનો સમાવેશ થાય છે, સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરનારાઓને કોરોનાની રસી આપતા પહેલા ડોક્ટરોની સલાહ લેવા માટે કહેવામાં આવ્યું છે. કોઇપણ રજીસ્ટર્ડ ડોક્ટર દ્વારા હેલ્થ સર્ટિફિકેટ મેળવીને તેને કોવિડ 2.0 પર અપલોડ કરી શકાય છે અથવા તેની હાર્ડ કોપી લાભાર્થી સીધા રસીકરણ કેન્દ્ર પર પણ લઈ જઈ શકાય છે.
First published:

Tags: Coronavirus, Covid-19 Vaccination, Omicron vaccine, Omicron variant

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો