ચોરોને હિંમતભેર ભગાડનાર દંપતીનું 'Bravery Award'થી સન્માન કરાયું

મુખ્યમંત્રીએ પી. શનમુગાવેલ અને તેમના પત્ની સેન્થામારાઇને બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને ગોલ્ડ મેડલ આપી સન્માન કર્યું હતું.

News18 Gujarati
Updated: August 16, 2019, 1:43 PM IST
ચોરોને હિંમતભેર ભગાડનાર દંપતીનું 'Bravery Award'થી સન્માન કરાયું
વૃદ્ધ દંપતિએ ચોરોનો સામનો કર્યો હતો તેની તસવીર
News18 Gujarati
Updated: August 16, 2019, 1:43 PM IST
થોડા દિવસો પહેલા તામિલનાડુમાં એક ઘરમાં બે ચોરો ઘૂસી આવ્યા હતા અને વૃદ્ધ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વૃદ્ધ દંપતીએ આ ચોરોનો જૂતાં, ખૂરસીઓથી જબરદસ્ત મુકાબલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

હવે, તામિલનાડુનાં મુખ્યમંત્રી કે. પાલાનીસ્વામીએ આ વૃદ્ધ દંપતીને બ્રેવરીને બ્રેવરી અવૉર્ડની સન્માનિત કર્યું. આ દંપતિ તામિલનાડુનાં તિરુનેલવેલી જિલ્લામાં રહે છે.

મુખ્યમંત્રીએ પી. શનમુગાવેલ અને તેમના પત્ની સેન્થામારાઇને બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને ગોલ્ડ મેડલ આપી સન્માન કર્યું હતું.

સેન્થમરાયને જ્યારે પુછવામાં આવ્યું કે કે તે હથીયારધારી ચોરને જોઇને ડર્યા નહીં ? તો તેમણે જણાવ્યું કે તે તેઓ તેમના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને આ તેથી તેમણે ચોરનો સામનો કરવા હિંમત આવી.

First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...