Home /News /national-international /Big Breaking : એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડનવીસે કરી મોટી જાહેરાત

Big Breaking : એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડનવીસે કરી મોટી જાહેરાત

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડનવીસ

Maharashtra Plastik : દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને એકનાથ શિંદે (Eknath Shinde) સાંજે 7:00 વાગ્યે શપથ લઈ શકે છે. એવા પણ સમાચાર છે કે રાજ્યપાલે એકનાથ શિંદે સહિત કુલ 10 લોકોને બોલાવ્યા છે.

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય (Maharashtra Politics) ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. બીજેપીના નેતા દેવેનેદ્ર ફડનવીસે (Devendra Fadnavis) આ અંગે માહિતી આપી છે. દેવેન્દ્ર ફડનવીસે કહ્યું, મહારાષ્ટ્રના સીએમ પદ માટે એકનાથ શિંદે આજે સાંજે શપથ ગ્રહણ કરશે, ભાજપ તેમને સમર્થન આપશે.

શું કહ્યું દેવેન્દ્ર ફડનવીસે?

દેવેન્દ્ર ફડનવીસે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ભાજપ હિન્દુત્વ માટે એકનાથ શિંદેને સમર્થન કરશે. એકનાથ શિંદે એકલા જ આજે સીએમ પદ માટે સાાંજે 7-00 કલાકે શપથ ગ્રહણ કરશે. મહારાષ્ટ્ર વિકાસ ્ઘાડીને બહુમત ન મળ્યો. ઉદ્ધવ  ઠાકરેની આગેવાનીમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી હિન્દુત્વની વિચારધારાને છોડી દીધી હતી.

શું કહ્યું એકનાથ શિંદેએ?

આ બાજુ એકનાથ શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રનો વિકાસ અમારો એજન્ડા રહેશે, એમવીએ સરકારમાં જનતાના કામ થતા ન હતા. મે અનેક વખત રજૂઆતો કરી, પરંતુ દાઉદ સાથે જોડાયેલા મંત્રીઓને પદ પરથી ન હટાવવામાં આવ્યા. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપની સાથે આવ્યા. મહાઅઘાડી સરકારમાં કામ કરવું મુશ્કેલ. ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ અમારી સરકાર મજબૂત બની. અમે સાથે મળીને પ્રજા માટે કામ કરીશું. અમારા અને ભાજપના વિચાર એક જેવા. ભાજપ મોટી પાર્ટી હોવા છતા મને સીએમ બનાવ્યો. મારા જેવા નાના કાર્યકર્તા પર વિશ્વાસ મુકવા બદલ પીએમ મોદી અને અમિત શાહનો આભાર. અમે સાચા શિવસૈનિકો છીએ, અને બાળાસાહેબના વિચારોના સાચા સમર્થક.

આ પણ વાંચોUdaipur Tailor Murder Case : આરોપીએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ, આતંક ફેલાવવાનો હતો ઈરાદો

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે આજે 10 દિવસ બાદ મુંબઈ પરત ફર્યા હતા અને સીધા બીજેપીના કદાવર નેતા દેવેન્દ્ર ફડનવીસના ઘરે સીધા પહોંચ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદેના સીએમ પદના નામ માટે મહોર મારવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, રાજભવનમાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યાં એકનાથ શિંદે સાંજે 7:00 વાગ્યે શપથ લેશે. એવા પણ સમાચાર છે કે રાજ્યપાલે એકનાથ શિંદે સહિત કુલ 10 લોકોને બોલાવ્યા છે.
First published:

Tags: Maharashtra, Maharashtra Government, Maharashtra News, મહારાષ્ટ્ર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો