બૈતૂલ: મધ્ય પ્રદેશના બૈતૂલમાં તન્મય સાહૂ નામના 8 વર્ષનું એક બાળક 400 ફુંટ ઊંડા બોરવેલમાં 6 ડિસેમ્બરના રોજ પડી ગયું હતું. તન્મય બોરવેલમાં 55 ફુંટના ખાડામાં ફસાઈ ગયું હતું. છેલ્લા 4 દિવસથી તન્મયને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું. આજે સવારે તન્મયને બોરવેલમાંથી કાઢી લેવામાં આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તન્મયનો જીવ બચાવી શક્યા નહોતા. બૈતૂલ જિલ્લા પ્રશાસને કહ્યું કે, 8 વર્ષના તન્મય સાહૂ જે બોરવેલમાં પડ્યો હતો, તેનું મોત થઈ ગયું છે.
સુરંગ બનાવીને તન્મય સુધી પહોંચી રેસ્ક્યૂ ટીમ
આપને જણાવી દઈએ કે, તન્મયને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરફની ટીમ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી હતી. બોરવેલની નજીક એક સુરંગ બનાવી હતી જે બાદ તન્મયને બહાર કાઢ્યો છે. જો કે, તન્મયનો જીવ બચાવવામાં સફળતા મળી નથી. તન્મયના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાયો છે.
#WATCH | Madhya Pradesh | 8-year-old Tanmay Sahu who fell into a 55-ft deep borewell on December 6 in Mandavi village of Betul district, has been rescued. According to Betul district administration, the child has died pic.twitter.com/WtLnfq3apc
આપને જણાવી દઈએ કે, મંગળવારની સાંજે 8 વર્ષનો તન્મય રમતા રમતા 400 ફુંટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તે લગભગ 55 ફુંટે ફસાઈ ગયો હતો. તન્મયને બચાવવા માટે બોરવેલના નજીકમાં એક સુરંગ બનાવી હતી. જો કે, વચ્ચે પાણી નિકળતા રેસ્ક્યૂમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. બાદમાં સુરંગ બનાવીને બોરવેલમાં ફસાયેલા તન્મય સુધી પહોંચી શકાયું હતું.
જીવ બચાવી શક્યા નહીં
અહીં ઉલ્લેખનિય છે કે, તન્મયની દરેક મૂવમેન્ટ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તો વળી ઓક્સિજનની કમી પુરી કરવા માટે સપ્લાઈ ચાલુ કરી દીધો હતો. તન્મય સુરક્ષિત હોવાથી તેના માટે સતત પ્રાર્થના થઈ રહી હતી, તેમ છતાં પણ માસૂમનો જીવ બચાવી શક્યા નહોતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર