નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો

News18 Gujarati
Updated: July 15, 2020, 8:14 AM IST
નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો
પ્રતીકાત્મક તસવીર

યુવતીને નશીલો પદાર્થ પીવડાવી બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યું, અનેક મોટા રાઇસ મિલર્સ સામે કેસ

  • Share this:
કરનાલ, હરિયાણાઃ સીએમ સિટી કરનાલ (Karnal)ના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ (Gang Rape) કરવાનો મોટો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસ (Police)એ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

આ પણ વાંચો, PGમાં રહેતી 29 વર્ષીય યુવતીની મળી લાશ, સુસાઇડ નોટ પર ઊભા થયા સવાલ

8 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, કેરળના પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું શું છે રહસ્ય? અત્યાર સુધી કેમ ખોલી નથી શકાયો?મામલાની તપાસ શરૂ : પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.
Published by: Mrunal Bhojak
First published: July 15, 2020, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading