નીતીશ મંત્રીમંડળમાં 8 નવા ચહેરા સામેલ, ભાજપથી એક પણ નહીં

News18 Gujarati
Updated: June 2, 2019, 12:51 PM IST
નીતીશ મંત્રીમંડળમાં 8 નવા ચહેરા સામેલ, ભાજપથી એક પણ નહીં
(PTI Photo)

બિહાર કેબિનેટ વિસ્તરણમાં ભાજપના એક પણ ધારાસભ્યને સ્થાન નહીં, નીતીશનો વળતો હુમલો!

  • Share this:
(અમરેન્દ્ર કુમાર)

બિહારમાં એનડીએની સરકારનો રવિવારે વિસ્તાર કરવામાં આઝયો. રાષ્ટ્રીય જનતા દળથી છેડો ફાડી ભાજપની સાથે સરકાર રચનારા નીતીશ કુમારે પોતાના મંત્રીમંડળમાં 8 નવા ચહેરાઓને સામેલ કર્યા. મંત્રી પદની શપથ લેનારા તમામ ધારાસભ્ય જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના છે. મંત્રી પરિષદમાં ભાજપ અને લોક જનશક્તિ પાર્ટીના કોઈ ધારાસભ્યને સ્થાન નથી આપવામાં આવ્યું.

નીતીશે સામાજિક સમીકરણ ખાસ કરીને પછાત વર્ગને ધ્યાનમાં રાખતાં નવા મંત્રીઓની પસંદગી કરી છે. 11:30 વાગ્યે પટનાના રાજભવનમાં રાજ્યપાલ લાલજી ટૂડને તમામ આઠ મંત્રીઓને શપથ લેવડાવ્યા. જેમાંથી અનેક નામ પરિચિત છે તો અનેક નવા પણ છે.


Loading...

આ પણ વાંચો, PM મોદી આપી શકે છે આ 18-20 લોકોને વિદાય, નૃપેન્દ્ર મિશ્રાને ફરી મળશે તક?

નીતીશ કેબિનેટમાં જે ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ છોડીને જેડીયૂમાં આવેલા અશોક ચૌધરો, એમએલસી નીરજ કુમાર, લક્ષ્મેશ્વર રાય, પૂર્વ મંત્રી શ્યામ રજક, બીમા ભારતી, સંજય ઝા, નરેન્દ્ર નારાયણ યાદવ, રામસેવક સિંહ સામેલ છે.

નીતીશનો વળતો હુમલો!

લોકસભા ચૂંટણી બાદ જીતીને સંસદ પહોંચેલા બિહારના ત્રણ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તાર નક્કી માનવામાં આવી રહ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારના શપથ ગ્રહણના ત્રણ દિવસ બાદ જ બિહાર સરકારના કેબિનેટ વિસ્તારને નીતીશનો વળતા હુમલા તરીકે પણ જોડીને જોવામાં આવી રહ્યું છે.

નીતીશે કેન્દ્રમાં હિસ્સેદારીથો કર્યો હતો ઇનકાર

ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારની પાર્ટીએ કેન્દ્ર સરકારમાં સાંકેતિક હિસ્સેદારથી ઇનકાર કરી દીધો હતો અને પ્રપોશનલ પ્રણાલીથી કેબિનેટમાં હિસ્સેદારીની વાત કહી હતી. કેન્દ્ર સરકારની રચના બાદ રાજીનામું આપનારા મંત્રીઓમાં બિહારના જળ સંસાધન મંત્રી લલન સિંહ, પશુપાલન મંત્રી પશુપતિ કુમાર પાસર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી દિનેશ ચંદ્ર યાદવ છે.

આ ત્રણેયમાંથી બે જેડીયૂથી જ્યારે એક ચહેરો લોજપાથી હતો. લોજપા કોટાથી ખાલી થયેલી સીટ ઉપર પણ નીતીશે કોઈ ચહેરાને સ્થાન નથી આપ્યું અને આ વિસ્તારમાં માત્ર પોતાની જ પાર્ટીના લોકોને સ્થાન આપ્યું છે.
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...