શ્રી ગણેશના તુરંત ફળ આપતા 8 ચમત્કારી મંત્ર: તમામ વિઘ્નનો થશે અંત

News18 Gujarati
Updated: September 2, 2019, 11:54 AM IST
શ્રી ગણેશના તુરંત ફળ આપતા 8 ચમત્કારી મંત્ર: તમામ વિઘ્નનો થશે અંત
ભગવાન શ્રી ગણેશના તુરંત ફળ આપતા આઠ ચમત્કારી મંત્ર

પૌરાણીક શાસ્ત્રો અનુસાર, શ્રી ગણેશ પૂજા-અર્ચનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધી, સિદ્ધિની ઉપલબ્ધી સહજ પ્રાપ્ત થાય છે.

  • Share this:
આજે ગણેશ ચતુર્થી, આજથી દેશના તમામ શહેરોમાં ગજાનંદ ગણેશની સ્થાપના કરવામાં આવી છે. પૌરાણીક શાસ્ત્રો અનુસાર, શ્રી ગણેશ પૂજા-અર્ચનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધી, સિદ્ધિની ઉપલબ્ધી સહજ પ્રાપ્ત થાય છે. આવા વિઘ્ન વિનાશક ભગવાન શ્રી ગણેશનો આ આઠ ચમત્કારી મંત્રના જાપ માત્રથી તમામ પ્રકારના વિઘ્ન, રોગ, અને સુખ પ્રાપ્તિ થાય છે.

કોઈના દ્વારા નષ્ટ માટે કરવામાં આવેલી ક્રિયાને નષ્ટ કરવા માટે, વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. તેમનો જપ કરતા સમયે મોંઢામાં ગોળ, લવિંગ, ઈલાયચી, પતાશા, સોપારી હોવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરનારી છે. આમાં પવિત્રતા-અપવિત્રતાનું વિશેષ બંધન નથી.

તો જોઈએ અસરકારી ભગવાન શ્રી ગણેશના તુરંત ફળ આપતા આઠ ચમત્કારી મંત્ર

1. ગણપતિનો બિજ મંત્ર - 'गं'

2.- 'ॐ गं गणपतये नमः' નો જપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે

3. ષડાક્ષરના મંત્રનો જાપ કરવાથી આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે - ॐ वक्रतुंडाय हुम्‌4. ઉચ્છિષ્ટ ગણપતિનો મંત્ર - ॐ हस्ति पिशाचि लिखे स्वाहा

5. આળસ, નિરાશા, કલહ, વિઘ્ન દૂર કરવા માટે વિઘ્નરાજ રૂપની આરાધનાનો આ મંત્ર જપો - गं क्षिप्रप्रसादनाय नम:

6. વિઘ્નને દૂર કરી ધન અથવા આત્મબળની પ્રાપ્તિ માટે હેરમ્બ ગણપતિનો મંત્ર જપો - 'ॐ गं नमः'

7. રોજગારની પ્રાપ્તિ અથવા આર્થિક વૃદ્ધિ માટે લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરો - ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

8. વિવાહમાં આવતા દોષોને દૂર કરવા માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી શીઘ્ર વિવિહ અનુકૂળ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. - ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

આ મંત્રો સિવાય ગણપતિ અથર્વશિર્ષ, સંકટનાશન ગણેશ સ્તોત્ર, ગણેશ કવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણપતિ સ્તોત્ર, મયૂરેશ સ્તોત્ર, ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્તિ થાય છે.
First published: September 2, 2019, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading