પૂર્ણિયા : બિહારના ( bihar)પૂર્ણિયામાં એક ગમખ્વાર અકસ્માતની (road accident) ઘટના સામે આવી છે. એક સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેમાં 8 લોકોના કરુણ મોત થયા હતા. બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના પૂર્ણિયા જિલ્લાના બાયસી અનુમંડલના અનગઢ ઓપીના કંજિયા મિડલ સ્કૂલ પાસે બની હતી. ઘટના વિશે બાયસી એસડીએમ કુમારી તૌસીએ જણાવ્યું કે દુર્ઘટનાનો (accident)શિકાર થયેલા બધા લોકો સગાઇ કરીને તારાબાડીથી પોતાના ગામ નૂનિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી.
અચાનક સ્કોર્પિયો ખાડામાં ખાબકી હતી. જેમાં 8 લોકોની લાશ મળી આવી છે. જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ અને રાહત બચાવની ટીમ સ્થળ પર હાજર છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. કંજિયાના મુખીયા સમરેંદ્ર ઘોષે જણાવ્યું કે રાત્રે 2 થી 2.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. અચાનક સ્કોર્પિયો ખાડામાં ખાબકી હતી. વળાંક હોવાના કારણે આ ઘટના બની હતી.
ઘટનાની સૂચના મળતા રાહત અને બચાવ કાર્યની ટીમો પહોંચી ગઈ હતી. કંજિયાના મુખીયાએ જણાવ્યું હતું કે બધા મૃતક કિશનગંજ જિલ્લાના રહેવાસી છે. બૈસાના સીઓ રાજશેખરે જણાવ્યું કે એક વ્યક્તિ ગાડીની અંદર ફસાયા હોવાની સૂચના મળી રહી છે.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતા 26 લોકોના મોત થયા હતા
થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉત્તરકાશી (Uttarkashi)માં એક મોટા રોડ અકસ્માત (Road Accident) થયો હતો. યમુનોત્રી રોડ પર 32 મુસાફરો ભરેલી બસ ખીણ (Bus Accident) માં ખાબકતા લગભગ 26 લોકોના મોત થયા હતા. આ બસ લગભગ 200 મીટર ઉંડી ખીણમાં પડી હતી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivrajsingh Chauhan) ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના આપી હતી. આ દરમિયાન ઉત્તરાખંડના પીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની સાથે હતા. શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ડ્રાઇવરના મતે બસ સ્ટેયરિંગ ફેઇલ થવાના કારણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને દુર્ઘટના બની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર