નેપાળના રિસોર્ટમાં 8 ભારતીય પર્યટકોનાં મોત, મૃતકોમાં 4 બાળકો પણ સામેલ

પ્રતીકાત્મક તસવીર

રૂમમાં ઠંડીથી બચવા હીટર ઑન કરતાં જ ગેસ લીકેજ થયો અને 8 જિંદગીઓ બુઝાઈ ગઈ

 • Share this:
  કાઠમંડુ : પડોશી રાષ્ટ્ર નેપાળ (Nepal)ની રાજધાની કાઠમંડુ (Kathmandu)થી 201 કિલોમીટરના અંતરે આવેલા પોખરા (Pokhra)માં 8 ભારતીય નાગરિકોના મોત થયા છે. મળતી જાણકારી મુજબ, આ નાગરિકોમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જે હોટલમાં તમામ લોકો રોકાયા હતા તેમાં સંદિગ્ધ ગેસ લીક થવાના કારણે તેઓ બેભાન થઈ ગયા અને તેમના મોત થયા.

  તમામ ભારતીય નાગરિકોને તાત્કાલીક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વિસ્તારના એસ.પી. સુશીલસિંહ રાઠોડે જણાવ્યું કે, મૃતકોમાં 39 વર્ષીય પ્રબીનકુમાર નાયર, 34 વર્ષીય શરણ્ય, 39 વર્ષીય રંજીતકુમાર ટીબી, 34 વર્ષીય ઈન્દુ રંજીત, 9 વર્ષીય શ્રી ભદ્ર, 9 વર્ષીય અબિનબ સોરયા, 7 વર્ષીય અબી નાયર અને 2 વર્ષીય રંજીત સામેલ છે.

  'મોત વૅન્ટિલેશન ન હોવાના કારણે થયા'

  નેપાળના અખબાર The Himalayan Times અનુસાર તમામ કેરળ (Kerala)થી પોખરા આવ્યા હતા. તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મકવાનપુર જિલ્લાના એક રિસોર્ટમાં રોકાયા હતા. સોમવાર રાત્રે તમામ રિસોર્ટ પહોંચ્યા. હોટલના મેનેજરે જણાવ્યું કે રૂમ ગરમ રાખવા માટે ગેસ હીટર ઑન કરી દીધું હતું.

  15 લોકોના સમૂહમાં લોકોએ ચાર રૂમ બુક કરાવ્યા હતા. 8 લોકો એક રૂમમાં હતા અને બાકી લોકો અલગ-અલગ રૂમમાં હતા. મેનેજરે જણાવ્યું કે, તમામ દરવાજાઓ અને બારીઓ અંદરથી બંધ હતા. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે વેન્ટિલેશન ન હોવાના કારણે થઈ છે. આ ઘટનામાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખી પોતાના મંત્રાલયથી 8 લોકોના પરિવારને સહાયતા પૂરી પાડવા માટે હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે.

  આ પણ વાંચો, દુબઈમાં 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી સરપંચની ચૂંટણી લડવા પહોંચી ગામની 'પુત્રવધૂ'
  Published by:Mrunal Bhojak
  First published: