હોમિયોપેથિક દવા ડ્રોસેરા 30 ખાવાથી આઠ લોકોનાં મોત? શું આવું શક્ય છે? જાણો ડૉક્ટરનો મત

હોમિયોપેથિક દવા ડ્રોસેરા 30 ખાવાથી આઠ લોકોનાં મોત? શું આવું શક્ય છે? જાણો ડૉક્ટરનો મત
પ્રતીકાત્મક તસવીર

હોમિયોપેથિક ડોક્ટર સાક્ષી સુમરાનીનું કહેવું છે કે, 30 અથવા 200ના પાવરવાળી કોઈ પણ હોમિયોપેથિક દવા ઉપયોગ માટે સંપૂર્ણપણે સલામત છે.

  • Share this:
પૂજા પ્રસાદ, રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh )ના બિલાસપુરમાં એક જ પરિવારના આઠ લોકોનું હોમિયોપેથિક દવા (homeopathy medicine) ખાધા બાદ મોત થયું હતું. બીજી તરફ આ જ દવાના ઉપયોગથી આ જ પરિવારના વધુ ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બિલાસપુરના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું કે, આ તમામ લોકોએ હોમિયોપેથિક દવા લીધા બાદ 8 લોકોનાં મોત (Death) નીપજ્યાં હતાં અને અન્ય 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પરિવારે જે દવા લીધી તેનું નામ ડ્ર્રોસેરા 30 (Drosera 30) કહેવાય રહ્યું છે. અમે આ દવા અંગે હોમિયોપેથી ડૉકટરો સાથે વાત કરી.

હોમિયોપેથિક ડોક્ટર સાક્ષી સુમરાનીનું કહેવું છે કે, 30 અથવા 200ના પાવરવાળી કોઈ પણ હોમિયોપેથિક દવા ઉપયોગ માટે સંપૂર્ણપણે સલામત છે. જો આ દવા વધુ પ્રમાણમાં લેવામાં આવે અને દવાનું સેવન કરનાર વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય અથવા તેના શરીરમાં કોઈ અન્ય રોગ હોય, તો તેનું શરીર આ દવા સ્વીકારશે નહીં અને દવાને મળ અથવા ખાંસી કફ દ્વારા બહાર ફેંકી દે છે. પરંતુ આને કારણે કોઈનું મૃત્યુ થાય તેવો કોઈ કેસ હજી સુધી સામે નથી આવ્યો. આ દવા જીવલેણ ન હોઈ શકે.આ પણ વાંચો: અમદાવાદ: કર્ફ્યૂમાં ટોળકીએ કરી લાખોની ચોરી, ભાગ પાડતા હતા ત્યારે જ પોલીસ ત્રાટકી, કિન્નર સહિત સાત ઝડપાયા

વરિષ્ઠ હોમિયોપેથી ડૉક્ટર રાજીવ સોલંકીએ જણાવ્યું કે, આ દવા બાળકોનાં કફ અને અન્ય પ્રકારની ખાંસીમાં વપરાય છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો મૃત્યુ થવાની સંભાવના નથી. તેમણે કહ્યું કે, ડૉકટરો આ દવા ખૂબ જ ડાઇલ્યુટ કરીને આપે છે અને આવી સ્થિતિમાં આડઅસર થશે, તે કહેવું ખૂબ મુશ્કેલ હશે.

આ પણ વાંચો: દ્વારકા: કોરોનાથી મોભીનું મોત થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કરી લીધો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

આ પણ વાંચો: સુરતમાં બુટલેગરો આડા ફાટ્યાં, જાહેરમાં દારૂની મહેફિલ કરવા અંગે ટપારતા સ્થાનિકોને માર્યો માર

બીજી તરફ સીએમઓનું કહેવું છે કે આ લોકોએ જે દવાનું સેવન કર્યું તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હતું. હાલ આરોગ્ય વિભાગની ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને મોતનું ચોક્કસ કારણ તપાસ પછી જ જાણી શકાશે. આ મામલે સીએમઓએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. આ દવા લેવી ખૂબ જ જોખમી બની શકે છે અને ઘણા કેસમાં તે ઝેરનું કામ પણ કરી શકે છે.
Published by:News18 Gujarati
First published:May 07, 2021, 14:54 pm

ટૉપ ન્યૂઝ