Big Accident: નેશનલ હાઈવે 30 ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, એક જ પરિવારના 8ના મોત, આઠ ઘાયલ

કોંડાગાંવ જિલ્લામાં રવિવારે દર્દભર્યો રોડ અકસ્માત થયો

બંને વાહનોની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, રીક્ષાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. ઓટોમાં બેઠેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક પોતાની કાર છોડીને ભાગી ગયો

  • Share this:
    કોંડાગાંવ : છત્તીસગઢ (Chhattisgarh)ના કોંડાગાંવ જિલ્લામાં રવિવારે દર્દભર્યો રોડ અકસ્માત થયો છે. રવિવારે કોંડાગાંવમાં બોરગાંવ (Kondagaon Road Accident) પીટીએસ પાસે સ્કોર્પિયો અને રીક્ષાની ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આઠ ગંભીર રીતે ઘાયલ થયા છે. રોડ પર ઈજાગ્રસ્તોની દર્દનાક ચીસોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘાયલોને વધુ સારી સારવાર માટે રાયપુર રીફર કરવામાં આવ્યા છે. બસ્તર (Bastar)ના આઈપી સુંદરરાજે ઘટનાની પુષ્ટિ કરી છે.

    મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે (Chhattisgarh Road Accident) 16 લોકો રીક્ષામાં હતા. તમામ એક જ પરિવારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ ફરાસગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ફરાસગાંવ હોસ્પિટલથી રાયપુર મોકલવામાં આવી રહ્યા છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાંડે આઠગાંવના એક જ પરિવારના 16 લોકો એક ઓટોમાં શોક કાર્યક્રમમાં હાજરી આપવા ગોડમા ગામ જઈ રહ્યા હતા. કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે 30 પર સ્થિત બોરગાંવ પીટીએસ પાસે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી સ્કોર્પિયો સાથે ઓટો અથડાઈ હતી. બંને વાહનોની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, રીક્ષાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. ઓટોમાં બેઠેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક પોતાની કાર છોડીને ભાગી ગયો હતો.

    અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, સ્થાનિક લોકો સાથે ઘાયલોને ફરાસગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારી સારવાર માટે રાયપુર રીફર કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોપોરબંદર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર દીપક બુજાઈ ગયા, ચંદ્રાવાડિયા પરિવાર સહિત ગામ હિબકે ચઢ્યું

    આવી જ એક અકસ્માતની ઘટના શુક્રવારે ગુજરાતમાં પોરબંદર સોમનાથ હાઈવે પર બની હતી, જ્યાં નરવાઈ મંદિર (Narvai temple)અને ચીકાસા (Chikasa) વચ્ચે વહેલી સવારે પાંચ યુવાનો કાર લઈ જઈ રહ્યા હતા તે સમયે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી ગઈ હતી. કારમાં પાંચ યુવાનો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભીર હોવાથી તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે એક યુવાનને નાની ઈજા પહોંચી હતી, પરંતુ તેનો જીવ બચી ગયો છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર યુવાન દીપક બુજાઈ ગયા હતા.
    Published by:kiran mehta
    First published: