Home /News /national-international /ગોવામાં કોંગ્રેસને લાગશે ઝટકો! BJP પ્રદેશ અધ્યક્ષનો દાવો- 8 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાશે

ગોવામાં કોંગ્રેસને લાગશે ઝટકો! BJP પ્રદેશ અધ્યક્ષનો દાવો- 8 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાશે

ગોવામાં કોંગ્રેસને લાગશે ઝટકો, પાર્ટીના 8 ધારાસભ્યો BJPમાં સામેલ થશે. (પ્રતિકાત્મક તસ્વીર)

ભારત જોડો યાત્રામાં જોડાયેલી કોંગ્રેસને ગોવામાં એક મોટો ઝટકો લાગવાનો છે. ગોવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેટ તનવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ઝડપથી જોડાશે. કોંગ્રેસ માટે ગોવામાંથી ખરાબ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી પાર્ટીની ભારત જોડો યાત્રા અંતર્ગત બુધવારે કેરળના પ્રવાસે આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રામાં જોડાયેલી કોંગ્રેસને ગોવામાં એક મોટો ઝટકો લાગવાનો છે. ગોવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેટ તનવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ઝડપથી જોડાશે. કોંગ્રેસ માટે ગોવામાંથી ખરાબ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી પાર્ટીની ભારત જોડો યાત્રા અંતર્ગત બુધવારે કેરળના પ્રવાસે આવ્યા છે.

    ગોવા વિધાનસભાના સભ્યોની સંખ્યા 40 છે

    ગોવા વિધાનસભાના સભ્યોની સંખ્યા 40 છે અને હાલ કોંગ્રેસની પાસે 11 જ્યારે ભાજપના 20 ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2019માં કોંગ્રેસના 10 ધારાભ્યો એક સાથે ભાજપમાં સામેલ થયા હતા. જોકે થોડા મહિના પહેલા જ ગોવા કોંગ્રેસમાં ફૂટ પડવાના સમાચાર આવ્યા હતા. જોકે કોંગ્રેસના નેતૃત્વએ આ રાજકીય ભાગદોડને મેનેજ કરી લીધી હતી.

    રાહુલ ગાંધી હાલ 150 દિવસની ભારત જોડો યાત્રા પર

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને ગોવામાં એવા સમયે ઝટકો લાગવાનો છે, જ્યારે રાહુલ ગાંધી 150 દિવસની ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. આજે ભારત જોડો યાત્રાનો આઠમો દિવસ છે અને આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી પ્રસ્તાવિત છે. થોડા દિવસો પહેલા જ ભાજપે જદયુને ઝટકો આપ્યો હતો અને ગોવામાં જદયુના ઘણા ધારસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. બીજી તરફ દમણ-દીવમાં નીતીશના જદયુનું રાજ્ય યુનિટ સંપૂર્ણ રીતે ભાજપમાં સામેલ થઈ ગયું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Political, Political Party, Punjab political crisis

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन