Home /News /national-international /એરફૉર્સને મળ્યા 8 અપાચે હેલિકૉપ્ટર, પાક. સરહદે તહેનાત કરાશે

એરફૉર્સને મળ્યા 8 અપાચે હેલિકૉપ્ટર, પાક. સરહદે તહેનાત કરાશે

ભારતીય વાયુસેનામાં અપાચેના 8 હેલિકૉપ્ટરો સામેલ થવાથી તેની તાકાત વધુ સંહારક થઈ જશે

ભારતીય વાયુસેનામાં અપાચેના 8 હેલિકૉપ્ટરો સામેલ થવાથી તેની તાકાત વધુ સંહારક થઈ જશે

અર્ટિકલ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવના સમયે અમેરિકા (America) નિર્મિત આડ અપાચે એએચ-64ઈ (Boeing AH-64 Apache) ફાઇટર હેલિકૉપ્ટરોને મંગળવારે પઠાણકોટ એરબેઝ (Pathankot Airbase)માં આઈએએફ (IAF)માં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના (Indian Air Force)ની ફાઇટર ક્ષમતા વધારવા માટે આવું કરવામાં આવ્યું છે. અપાચે એએચ-64ઇ દુનિયાના સૌથી અદ્યતન મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકૉપ્ટર છે. હાલમાં અમેરિકાની સેના તેનો ઉપયોગ કરી રહી છે.

વાયુસેનામાં અપાચેના 8 હેલિકૉપ્ટરો સામેલ થવાથી તેની તાકાત વધુ સંહારક થઈ છે. પઠાણકોટ એરબેઝમાં વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બીએસ ધનોવાની હાજરીમાં આ હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. ભારત સરકારે હથિયાર બનાવનારી અમેરિકાની કંપની બોઇંગ સાથે 4168 કરોડ રૂપિયામાં 22 અપાચે હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2020 સુધી ભારતને તમામ 22 અપાચે હેલિકૉપ્ટર મળી જશે.

પઠાણકોટ એરબેઝ પર અપાચે હેલિકોપ્ટર તહેનાત કરવા રણનીતિનો હિસ્સો

પઠાણકોટ એરબેઝ પાકિસ્તાનની સરહદથી લગભગ 30 કિલોમીટર દૂર છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે અપાચેને પઠાણકોટ એરબેઝ પર તહેનાત કરવા રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે, તેથી આ નિર્ણય પઠાણકોટ એરબેઝના વ્યૂહાત્મક મહત્વને જોતાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, અપાચે દુનિયાના મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકૉપ્ટરો પૈકીનું એક છે. અનેક સંહારક ક્ષમતાઓથી સજ્જ અપાચે એએચ-64ઇ હેલિકૉપ્ટરથી ચીનની સરહદોને પણ કવર કરવી પહેલા કરતાં સરળ થઈ જશે. ખાસ વાત એ છે કે વિંગ કમાન્ડર અભિનંદન ફરી એકવાર એકલા ઉડાણ ભરશે. પઠાણકોટમાં તહેનાત અપાચે સ્ક્વાડ્રન કમાન્ડર ગ્રુપ કેપ્ટન એમ શાયલૂ હશે.

અપાચે દુનિયાભરમાં મલ્ટિ રોલ કોમ્બેટ હેલિકૉપ્ટર તરીકે પ્રચલિત છે.


એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સમારોહના મુખ્ય અતિથિ

એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં આયોજિત થનારાં સમારોહના મુખ્ય અતિથિ રહ્યા. વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, 8 અપાચે ફાઇટર હેલિકૉપ્ટર આઈએએફમાં સામેલ થવા જઈ રહ્યા છે, જે વાયુસેનાની ફાઇટર ક્ષમતાને વધારશે. 4168 કરોડ રૂપિયાનો સોદના લગભગ 4 વર્ષ બાદ હિંડન એરબેઝમાં ભારતીય વાયુસેનાને અપાચે હેલિકૉપ્ટરોની પહેલી બેચની સપ્લાય કરવામાં આવી હતી.



આ પણ વાંચો, પાકિસ્તાનને પછાડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદને ભરી પ્રથમ ઉડાન

એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સમારોહના મુખ્ય અતિથિ હશે

એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં આયોજિત થનારાં સમારોહના મુખ્ય અતિથિ હશે. વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, 8 અપાચે ફાઇટર હેલિકૉપ્ટર આઈએએફમાં સામેલ થવા જઈ રહ્યા છે, જે વાયુસેનાની ફાઇટર ક્ષમતાને વધારશે. 4168 કરોડ રૂપિયાનો સોદના લગભગ 4 વર્ષ બાદ હિંડન એરબેઝમાં ભારતીય વાયુસેનાને અપાચે હેલિકૉપ્ટરોની પહેલી બેચની સપ્લાય કરવામાં આવી હતી.

લગભગ પોણા ત્રણ કલાક સુધી ઉડાણ ભરવામાં સક્ષમ છે અપાચે હેલિકૉપ્ટર

અપાચે ફાઇટર હેલિકૉપ્ટર લગભગ 280 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાણ ભરે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે સારી ડિઝાઇનના કારણે આ હેલિકૉપ્ટરને રડાર સરળતાથી પકડી નથી શકતા. આ હેલિકૉપ્ટર લગભગ પોણા ત્રણ કલાક (2 કલાક 45 મિનિટ) સુધી ઉડાણ ભરવામાં સક્ષમ છે. આ હેલિકૉપ્ટર જ્યારે દુશ્મન પર હુમલો કરે છે તો તેમનું બચવું મુશ્કેલ હોય છે. તેનાથી આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પથી લઈને ટેન્ક સુધી નષ્ટ કરવામાં આવી શકે છે.

અપાચે એએચ-64ઇની શું છે ખાસિયતો?

- આ હેલિકૉપ્ટરને અમેરિકન સેનામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
- અપાચે દુનિયાભરમાં મલ્ટિ રોલ કોમ્બેટ હેલિકૉપ્ટર તરીકે પ્રચલિત છે.
- અપાચેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દુશ્મનની સરહદમાં ઘૂસીને હુમલો કરવા સક્ષમ છે.
- દુનિયાભરમાં અત્યાર સુધી 2100 અપાચે હેલિકૉપ્ટરનું સપ્લાય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, દિલ્હીમાં બનેલા 'ગરવી ગુજરાત ભવન'માં આવી સુવિધા હશે, આગ્રાના પથ્થરોમાંથી થયું છે નિર્માણ
First published:

Tags: Article 370, BS Dhanoa, IAF, Indian Air Force, ભારતીય સેના