Eid ul Fitr 2022: ઇદના ચાંદના દર્શન ના થયા, 3 મે ના રોજ મનાવવામાં આવશે ઇદ
ઇદનો તહેવાર મંગળવારે 3 મે ના રોજ મનાવવામાં આવશે
Eid 2022 - જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ એક નિવેદનમાં કહ્યું કે દેશના કોઇપણ ભાગમાં શવ્વાલ એટલે ઇદ-ઉલ-ફિત્રનો ચાંદ જોવા મળવાના કોઇ સમાચાર નથી
નવી દિલ્હી : દિલ્હી સહિત દેશના કોઇપણ ભાગમાં રવિવારે ઇદનો ચાંદ જોવા મળ્યો નથી. જેથી ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર (Eid ul Fitr 2022) મંગળવારે મનાવવામાં આવશે. સોમવારે 30મો અને અંતિમ રોજા રહેશે. ફતેહપુરી મસ્જિદના (mosque)શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમ અહમદે પીટીઆઈ ભાષાને જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા ભાગમાં ઇદનો (Eid 2022) ચાંદ જોવા મળ્યો નથી. જેથી ઇદનો તહેવાર મંગળવારે 3 મે ના રોજ મનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત કોઇપણ રાજ્યમાં ચાંદ જોવાના સમાચાર મળ્યા નથી. સોમવારે 30 મો રોજા રહેશે અને શવ્વાલ (ઇસ્લામી કેલેન્ડરનો 10મો મહિનો) ની પ્રથમ તારીખ મંગળવારે રહેશે.. શવ્વાલના મહિનાના પ્રથમ દિવસે ઇદ હોય છે.
દેશના કોઇપણ ભાગમાં ચાંદ દેખાવાના સમાચાર નથી
જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ એક નિવેદનમાં કહ્યું કે દેશના કોઇપણ ભાગમાં શવ્વાલ એટલે ઇદ-ઉલ-ફિત્રનો ચાંદ જોવા મળવાના કોઇ સમાચાર નથી. બુખારીએ કહ્યું કે ઇદ ત્રણ મે ને મંગળવાર રોજ મનાવવામાં આવશે. બીજી તરફ મુસ્લિમ સંગઠન ઇમારત-એ-શરિયા હિંદે પણ જાહેરાત કરી કે રવિવારે દેશના કોઇપણ ભાગમાં મીઠી ઇદનો ચાંદ જોવા મળ્યો નથી. જેથી મંગળવારે દિલ્હી અને દેશના અન્ય ભાગમાં ઇદનો તહેવાર મનાવવામાં આવશે.
સંગઠને એક નિવેદનમાં કહ્યું કે ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, આઝમગઢ, સીતાપુર, બહરાઇચ, મધ્ય પ્રદેશના ખરગોન, ગુજરાતના ગોધરા, મહારાષ્ટ્રના ધુલે, કર્ણાટકના બેંગલુરુ, બંગાળ, અસમ, કાશ્મીર અને પંજાબમાં સંપર્ક કર્યો પણ ક્યાંય ચાંદ દેખાવવાની સૂચના નથી.
મુસલમાનો માટે ઇસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો રમઝાન ચાલી રહ્યો છે. જેમાં સમુદાયના લોકો રોજા રાખે છે. આ મહિનો ઇદનો ચાંદ નજર આવતાની સાથએ ખતમ થાય છે. તમને જણાવી દઈએ કે ઇસ્લામી કેલેન્ડર મહિનામાં 29 કે 30 દિવસ હોય છે, જે ચાંદના હિસાબે નક્કી થાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર