Eid ul Fitr 2021: જાણો, ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અધા વચ્ચેનો તફાવત

(File pic; Shutterstock)

ઈદ ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર છે. વર્ષ દરમિયાન ઈદની ઉજવણી એકથી વધુ વખત થાય છે

  • Share this:
ઈદ ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર છે. વર્ષ દરમિયાન ઈદની ઉજવણી એકથી વધુ વખત થાય છે. ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર અનુસાર બે મુખ્ય તહેવાર એટલે કે ઈદ-ઉલ-અધા અને ઈદ-ઉલ-ફિત્રને ટૂંકમાં ઈદ કહેવામાં આવે છે. આ બંને તહેવારોમાં ધાર્મિક વિધિ સમાન છે. પરંતુ બંને તહેવાર જે કારણથી ઉજવવામાં આવે છે, તેના વચ્ચે મોટો તફાવત છે. આગામી 13 મે થી 14 મે દરમિયાન વિશ્વભરમાં મુસ્લિમો ઈદ ઉલ ફિત્રને મનાવશે.

ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે લોકો સવારે નવા વસ્ત્રો પહેરીને નમાજ પઢે છે. ઈદ-ઉલ-ફિત્રમાં ગળ્યા પકવાન બને છે. ખાસ કરીને સેવૈયા બનાવવમાં આવે છે. તે પરિવાર અને મિત્રોને પીરસવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને ભેટીને એકબીજાની ભૂલો માફ કરે છે.

ઈદ-ઉલ-ફિત્રનો મતલબ થાય છે ઉપવાસને તોડવો. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાત શવ્વાલ મહિનાના પ્રથમ દિવસે ઉજવાય છે. આ ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલે છે. પવિત્ર મહિનામાં રમઝાનના અંતને ઉજવવા માટે આ ઉજવણી થાય છે. રમઝાન દરમિયાન મુસ્લિમો દિવસ દરમિયાન રોઝા રાખે છે અને દાન કરે છે. જેને જકાત પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો - EPFO: PF એકાઉન્ટના આ છે 5 મોટા ફાયદા, મફત ઇન્શ્યોરન્સ સાથે મળે છે ઘણી સારી સુવિધાઓ

બીજી તરફ ઈદ-ઉલ-અધા પવિત્ર રમજાન મહિનો પૂર્ણ થયા પછી 70 દિવસની આસપાસ ઉજવવામાં આવે છે. ઈદ-અલ-અધા અલ-હિજ્જાના દસમા દિવસે ઉજવવામાં આવે છે. જે ઈદ ઉલ ફિત્રના બે મહિના પછી આવે છે. ઇદ-ઉલ-અધા એટલે કે બલિદાનની ઇદ ગણવામાં આવે છે. તેને બકરી ઈદ પણ કહેવાય છે. ઇસ્લામ ધર્મમાં માનનારાઓનો આ મુખ્ય તહેવાર છે. આ પ્રસંગને ઇબ્રાહિમના બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. જેને હિબ્રુ ગ્રંથોમાં અબ્રાહમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બકરીની કુરબાની આપવામાં આવે છે.

મુસ્લિમો માટે કાબાના પવિત્ર હજ યાત્રાનું ખૂબ મહત્વ છે. હજ યાત્રા કરવાથી પાપ ધોવાય જતા હોવાની આસ્થા છે. આ યાત્રા પૂર્ણ કરનારને હાજી તરીકે ઓળખવામાં આવે છે. ઈદ અલ અધા સાઉદી અરેબિયામાં મક્કાની હજ યાત્રાના સમાપન પણ દર્શાવે છે.

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે છેલ્લા બે વર્ષથી ઈદની ઉજવણી ફિક્કી રહી છે. પરંતુ મુસ્લિમ સમુદાય એક સાથે મળી આ ઉજવણીને શાનદાર બનાવવા પ્રયાસ કરે છે.
First published: