Home /News /national-international /ઓરિસ્સા: મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ધારાસભ્ય અને મંત્રીના કાફલા પર ઈંડા ફેંકવામાં આવ્યા, આ છે મામલો
ઓરિસ્સા: મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ધારાસભ્ય અને મંત્રીના કાફલા પર ઈંડા ફેંકવામાં આવ્યા, આ છે મામલો
જગન્નાથ સરાકાની કાર પર ઈંડા ફેંકવામાં આવ્યા. (File pic)
બીજેપી નેતાઓએ રાજ્યના એસસી/એસટી વિકાસ મંત્રી જગન્નાથ સરાકાની કાર પર પૈકમલા ચોકમાં ઈંડા ફેંક્યા. તો બીજેપીની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સ્નેહગિની છૂરીયાને પણ ઇકમારા ચોક પર કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો.
ભુવનેશ્વર. ઓરિસ્સા (Odisha)માં વિરોધી પક્ષો બીજેપી અને કોંગ્રેસે રાજ્યના મંત્રી ડીએસ મિશ્રા પર મહિલાના અપહરણ અને હત્યાના મુખ્ય આરોપી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવ્યો છે. પાર્ટીઓની માંગણી છે કે મંત્રી ડીએસ મિશ્રાને તેમના પદ પરથી હટાવવામાં આવે અને ધરપકડ કરી લેવામાં આવે. આ દરમ્યાન શનિવારે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય પર નારાજગી દર્શાવતા તેમના પર ઈંડા પણ ફેંકવામાં આવ્યા.
આ બંને બારગઢ જિલ્લાના બીજેપુરમાં મુખ્યમંત્રી નવીન પટનાયકને મળવા જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં તેમને વિપક્ષી દળોના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો. બીજેપી નેતાઓએ રાજ્યના એસસી/એસટી વિકાસ મંત્રી જગન્નાથ સરાકાની કાર પર પૈકમલા ચોક પર ઈંડા ફેંક્યા. તો બીજેપીની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સ્નેહગિની છૂરીયાને પણ ઇકમારા ચોક પર કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો. તેમના પર પણ આ જ રીતે ઈંડા ફેંકવામાં આવ્યા.
સીએમ પટનાયક બારગઢ જિલ્લામાં બીજૂ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના (BSKY) હેઠળ સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડના વિતરણનો શુભારંભ કરવા માટે બીજપુરમાં હતા. મુખ્યમંત્રીના પ્રવાસ પહેલાં પોલિસે તકેદારીના ભાગરૂપે ઘણાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અટકાયત કરી હતી. બીજેપીએ રાજ્ય યુવા મોરચાના અધ્યક્ષ ઇરશીશ આચાર્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિહાર મહંદાની પપુરમાં તકેદારીના ભાગરૂપે અટકાયત કરી હતી.
આ પહેલા 11 નવેમ્બરે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના કાર્યકરોએ ક્યોંઝર જિલ્લામાં રાજ્ય મંત્રી પ્રફુલ મલિકને કાળા ઝંડા બતાવ્યા હતા. તે સમયે તેઓ જિલ્લા યોજના બોર્ડની બેઠકમાં હાજરી આપવા જતા હતા. 7 નવેમ્બરના કાલાહાંડી જિલ્લામાં જૂનાગઢની મુલાકાત દરમિયાન મંત્રી ડીએસ મિશ્રાના કાફલા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા અને તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. મયુરભંજ જિલ્લાના બારીપદા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ અધિક્ષકની ઓફિસમાં પ્રવેશતા રોકવા પર બેરિકેડ તોડીને પોલીસ પર ઈંડા ફેંક્યા હતા.
આ કેસમાં નોર્ધન રેન્જના ડીઆઈજી દીપક કુમારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વિપક્ષ તરફથી લગાવવામાં આવેલા તપાસમાં વિલંબના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનો દાવો છે કે શિક્ષકની હત્યાના કેસની તપાસમાં કોઈ વિલંબ થયો નથી અને તે સાચા રસ્તે છે.
ડીઆઈજી દીપક કુમારે જણાવ્યું કે આ કેસ 13 ઓક્ટોબરે નોંધવામાં આવ્યો હતો અને 24 કલાકની અંદર તેને ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીસીટીએનએસ) પર અપલોડ કરવામાં આવ્યો હતો. 13, 14 અને 15 ઓક્ટોબરે રજાઓ હોવાથી 16 ઓક્ટોબરે કોર્ટમાં કેસ ડાયરી દાખલ કરવામાં આવી. સીઆરપીસી કલમો હેઠળ 10 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે 24 વર્ષીય શિક્ષિકાનું 8 ઓક્ટોબરે અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને 19 ઓક્ટોબરના રોજ તેની લાશ શાળાના પરિસરમાં મળી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે, જેઓ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ પણ છે. વિપક્ષી દળોએ મુખ્ય આરોપીને સુરક્ષા આપવા અને બે દિવસ બાદ ફરી પકડાતા પહેલાં 17 ઓક્ટોબરે પોલીસ કસ્ટડીમાંથી ભાગવામાં મદદ કરવાનો આરોપ લગાવતા મંત્રીને હટાવવાની માંગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર