Home /News /national-international /

Explained: શું ભારતમાં અપરિણીત મહિલાઓ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી શકે? જાણો શું કહે છે કાયદો

Explained: શું ભારતમાં અપરિણીત મહિલાઓ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી શકે? જાણો શું કહે છે કાયદો

એગ્સ ફ્રીઝિંગ માટે સૌથી યોગ્ય ઉંમર 20 વર્ષ માનવામાં આવે છે. આ ઉંમરે ઈંડાની ક્વોલિટી સારી હોય છે અને તેના નુકસાનનું જોખમ ઓછું રહે છે.

ધારો કે મહિલાની ઉંમર 34 વર્ષની હોય તો તેને લગભગ 10 એગ્સ ફ્રીઝ કરવા પડે, જ્યારે 37 વર્ષની મહિલાને માતા બનવા માટે 20 જેટલા એગ્સ એટલે બમણાં ફ્રીઝ કરવા પડે અને 42 વર્ષની ઉંમરમાં મહિલાએ 61 એગ્સ ફ્રીઝ કરવા પડે છે.

  Freezing Eggs in India: કારકિર્દી અને યોગ્ય જીવનસાથીની રાહ જોવામાં કેટલીક મહિલાઓ માતા બનવાના પ્લાનિંગ (Family planning) માં વિલંબ કરે છે. આવી સ્થિતિમાં મહિલાને લાંબા સમયે ગર્ભવતી (Pregnant) થવામાં મુશ્કેલી પડે છે. જોકે, હવે તેનો ઇલાજ આવી ગયો છે. તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (Assisted reproductive technology)ની મદદથી તમારી અનુકૂળતા મુજબ માતા બની શકાય છે.

  35 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં ફર્ટિલિટી (Fertility) ઓછી થવા લાગે છે અને 40 પછી ઝડપથી ઘટે છે. જો કે, તબીબી તકનીકના ઝડપી વિકાસ સાથે મહિલાઓ હવે ભવિષ્યમાં ઉપયોગ માટે તેમના એગ્સને ફ્રીઝ (Oocyte cryopreservation) કરી શકે છે. હવે મહિલાઓ 35 વર્ષ પછી પણ સફળતાપૂર્વક માતા બની શકે છે. એગ ફ્રિઝિંગ (Eggs Freezing) એ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી)ના આ ક્ષેત્રમાં નવી સિદ્ધિ છે.

  આ ટેકનોલોજી હેઠળ મહિલાઓના એગ્સને ખાસ ટેકનિકથી ફ્રોઝન કરવામાં આવે છે અને પછી જ્યારે તેમને માતા બનવું હોય ત્યારે તે એગ્સનો ઉપયોગ આઈવીએફ ટેક્નોલોજી (IVF technology)નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

  અહી ઉલ્લેખનિય છે કે, સમયની સાથે સાથે કુદરતીની ઘડિયાળ પણ ચાલતી હોય છે. આને બાયોલોજિકલ ક્લોક કહેવાય છે. જે મુજબ મહિલાઓમાં ફર્ટિલિટી અમુક ઉંમર સુધી જ હોય છે.

  20થી 30 વર્ષની ઉંમર સુધી મહિલાઓની પ્રજનન ક્ષમતા સૌથી સારી માનવામાં આવે છે. વધતી ઉંમર વધવાની સાથે ફર્ટિલિટી ધીમે-ધીમે ઘટતી જાય છે. તેથી મોડું માતા બનવાનો વિચાર ધરાવતી મહિલાઓ આ ટેક્નિકનો ઉપયોગ કરે છે. જો કે આ પ્રક્રિયા પહેલા દેશનો કાયદો (Eggs Freezing India) આવો અધિકાર આપે છે કે નહીં એ જાણવું જરૂરી છે.

  દહીં ખાધા બાદ આ વસ્તુનું ભૂલથી પણ ના કરો સેવન, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

  તાજેતરમાં ચીનમાં રહેતી 34 વર્ષીય મહિલા ટેરેસા ઝુ એગ ફ્રીઝિંગ બાબતે કોર્ટમાં કેસ હારી ગઈ હતી, જેના કારણે અપરિણીત મહિલાઓ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી શકે કે કેમ? તે મુદ્દો સપાટી પર આવ્યો છે. ટેરેસાએ આરોપ લગાવ્યો હતો કે, તે અપરિણીત હોવાથી હોસ્પિટલે તેના એગ્સને ફ્રીઝ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે કોર્ટમાં અરજી કરી હતી.

  ભારતમાં શું કહે છે કાયદો?

  ભારતની વાત કરીએ તો દેશમાં એગ્સ ફ્રીઝિંગ માટે અત્યારે કોઈ કાયદો (Eggs Freezing law in India) નથી. અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટીઝ એગ્સ ફ્રીઝિંગ કરાવી ચૂકી છે. ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એકતા કપૂરે 36 વર્ષની વયે એગ ફ્રિઝિંગ કરાવ્યું હતું. આ સાથે જ અભિનેત્રી કાજોલની બહેન તનીષા મુખર્જીએ 39 વર્ષની ઉંમરમાં એગ ફ્રીઝ કરાવ્યું હતુ. અભિનેત્રી મોના સિંહે પણ આ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત હોલિવૂડની ડાયના હેડન, હોલીવુડ અભિનેત્રી હેલ્સી, એમ્મા રોબર્ટ્સ દ્વારા પણ એગ ફ્રીઝિંગ કારવવામાં આવ્યું છે. હાલ કાયદો ભલે ન હોય પણ ભારતમાં અવિવાહિત સ્ત્રીઓ મોડી માતા બનવા માટે તેના એગ્સ ફ્રીઝ કરાવી શકે છે.

  કઈ વાતનું રખાય છે ધ્યાન?

  એગ્સ ફ્રીઝિંગ દરમિયાન યુવાન સ્ત્રીઓએ ઓછા એગ્સ ફ્રીઝ કરવા પડે છે. જ્યારે વધતી ઉંમર સાથે ફ્રોઝન કરવાના એગ્સની સંખ્યા પણ વધતી જાય છે. ધારો કે મહિલાની ઉંમર 34 વર્ષની હોય તો તેને લગભગ 10 એગ્સ ફ્રીઝ કરવા પડે, જ્યારે 37 વર્ષની મહિલાને માતા બનવા માટે 20 જેટલા એગ્સ એટલે બમણાં ફ્રીઝ કરવા પડે અને 42 વર્ષની ઉંમરમાં મહિલાએ 61 એગ્સ ફ્રીઝ કરવા પડે છે. આ જ રીતે ઉંમર વધવાની સાથે જ સ્ટોરેજની સંખ્યામાં પણ વધારો થાય છે.

  કઈ રીતે થાય છે એગ્સ ફ્રીઝિંગ?

  મેડિકલ સાયન્સની ભાષામાં તેને 'મેચ્યોર એન્ડાઇટ ક્રાયોપ્રિઝર્વેશન' કહેવામાં આવે છે. સમજી શકાય તેવી ભાષામાં કહીએ આ પ્રક્રિયા દ્વારા મહિલાઓની પ્રજનન ક્ષમતાને સાચવવામાં આવે છે, તેઓ ભવિષ્યમાં જ્યારે ઇચ્છે ત્યારે પોતાનો પરિવાર બનાવી શકે છે. એગ્સ ફ્રીઝિંગમાં સ્ત્રીના શરીરમાં અંડાશયમાંથી પરિપક્વ એગ્સ કાઢવામાં આવે છે અને પ્રયોગશાળામાં ઝીરો તાપમાને ફ્રીઝ કરવામાં આવે છે. જેનાથી એગ્સની જૈવિક હિલચાલ થોડા સમય માટે બંધ રહે છે અને તે પછીથી કામમાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રી માતા બનવા માંગે છે, ત્યારે ફ્રોઝન એગ્સને યોગ્ય તાપમાને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે અને શુક્રાણુ સાથે મિશ્રિત કરવામાં આવે છે અને આઇવીએફ તકનીક દ્વારા તેના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.

  એગ્સ ફ્રીઝિંગ માટે યોગ્ય ઉંમર કઈ છે?

  એગ્સ ફ્રીઝિંગ માટે સૌથી યોગ્ય ઉંમર 20 વર્ષ માનવામાં આવે છે. આ ઉંમરે ઈંડાની ક્વોલિટી સારી હોય છે અને તેના નુકસાનનું જોખમ ઓછું રહે છે. 30 વર્ષની ઉંમર બાદ આ ટેકનોલોજી દ્વારા માતા બનવા માંગતી મહિલાઓએ 20-27 વર્ષની ઉંમરમાં એગ્સ ફ્રીઝ કરી દેવા હિતાવહ હોવાનું તજજ્ઞોનું માનવું છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Health care, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन