મોદી સરકાર ફરી લાવી રહી છે સસ્તા ACની સ્કિમ, જાણો ઑફર વિશે

News18 Gujarati
Updated: September 6, 2019, 2:37 PM IST
મોદી સરકાર ફરી લાવી રહી છે સસ્તા ACની સ્કિમ, જાણો ઑફર વિશે
પ્રતિકાત્મક તસવીર

AC ખરીદવા પર હવે સરકાર લોકોને મદદ કરી રહી છે. સરકારી કંપની EESL (Energy Efficiency Services Ltd)એ 1.5 ટન ઇન્વર્ટર ACનું વેચાણ શરૂ કર્યું છે.

  • Share this:
નવી દિલ્હી : AC ખરીદવા પર હવે સરકાર લોકોને મદદ કરી રહી છે. સરકારી કંપની EESL (Energy Efficiency Services Ltd)એ 1.5 ટન ઇન્વર્ટર ACનું વેચાણ શરૂ કર્યું છે. સરકાર આ કંપની દ્વારા લોકોને સસ્તા એસી આપી રહી છે. EESL તરફથી ફેબ્રુઆરી, 2019માં રેસિડેન્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ ગ્રાહકો માટે હાઇ ક્વૉલિટી એર કન્ડિશનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

તાજેતરમાં EESL તરફથી કહેવામાં આવ્યું હતું કે આગામી વર્ષે માર્ચ સુધી ઉચ્ચ ક્ષમતા વાળા ACના કાર્યક્રમ માટે બે લાખ એસીની ખરીદી કરવામાં આવશે. ઇઇએસએલના ચીફ જનરલ મેનેજર એસ.પી. ગરનાયકે કહ્યુ કે ફેબ્રુઆરી અને માર્ચ સુધી ખરીદી રૂ. 600 કરોડ સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે ગત અનુભવને ધ્યાનમાં રાખી અમે હવે બે લાખ યુનિટની ખરીદી કરીશું, આનાથી અમને માર્કેટ ભાવ કરતા 15 ટકા ઓછી કિંમતમાં એસી મળવાની આશા છે. ઇઇએસએલ પાસે કાર્યક્રમના પ્રથમ તબક્કામાં વેચાણ માટે એસીના 50 હજાર યુનિટ હતા.

પ્રથમ તબક્કામાં એસીની કિંમત રૂ. 41,300 (ઇન્સ્ટોલેશન વગર) હતી. ગરનાયકે કહ્યુ કે અમારા એસી બજારમાં હયાત 5 સ્ટાર મૉડલોની સરખામણીમાં 20 ટકા વધારે શક્તિશાળી અને 15-20 ટકા સસ્તા છે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો મેટ્રો અને મોટા શહેર પૂરતો મર્યાદિત હતો. આ કાર્યક્રમ શરૂ થયાના એક જ મહિનામાં 13 હજાર યુનિટોનો ઑર્ડર મળી ગયો હતો.

વહેલા તે પહેલાના ધોરણે એસીનું વેચાણ

ઇઇએસએલના મેનેજર સૌરભ કુમારે કહ્યું કે પ્રથમ તબક્કામાં દિલ્હીમાં BSES રાજધાની પાવર લિમિડેટ (બીઆરપીએલ), બીએસઈએસ યમુના પાવર લિમિટેડ (બીવાઈપીએલ) અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યૂશન લિમિટેડ (ટાટા પાવર-ડીડીએલ)ના ગ્રાહકો માટે 50 હજાર એસી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ એસી વહેલા તે પહેલાના ધોરણ આપવામાં આવ્યા હતા. આની કિંમત 41,300 છે. તેમણે કહ્યું કે દિલ્હી ઉપરાંત અન્ય વિસ્તારના ઓર્ડર પણ લેવામાં આવશે.
First published: September 6, 2019, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading