Home /News /national-international /

NEET, JEE-2020ની પરીક્ષા હવે નક્કી કરેલી તારીખે જ યોજાશે

NEET, JEE-2020ની પરીક્ષા હવે નક્કી કરેલી તારીખે જ યોજાશે

NEET,JEE-2020ની પરીક્ષા હવે નક્કી કરેલી તારીખે જ યોજાશે

કેન્દ્રીય એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ અટકળો પર વિરામ લગાવતા કહ્યું કે નીટ (NEET)અને જેઈઈ (JEE) એક્ઝામ ટાળવામાં આવશે નહીં

  નવી દિલ્હી : કેન્દ્રીય એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ અટકળો પર વિરામ લગાવતા કહ્યું કે નીટ (NEET)અને જેઈઈ (JEE) એક્ઝામ ટાળવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટે ઘણો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સ્ટૂડન્ટ્સ સાથે તેમના માતા-પિતા પણ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા છે.

  શુક્રવારે બીજેપી એમપી સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને સંકેત આપ્યો હતો કે નીટ અને જેઈઈ મેનની સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા ત્રીજી વખત ટાળવામાં આવી શકે છે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવાની વાત પણ કરી હતી. જોકે હવે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરીક્ષા નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે.

  આ પણ વાંચો - ટ્રમ્પની બરોબરી કરશે PM મોદી, આગામી સપ્તાહે ભારતમાં લેન્ડ કરશે મિસાઇલ ડિફેન્સવાળું વિમાન

  Bar & Bench વેબસાઇટ પર પ્રકાશિત એક ખબર પ્રમાણે શિક્ષા સચિવ અમિત ખરેએ કહ્યું કે હવે પરીક્ષા નક્કી કરાયેલી તારીખે જ યોજાશે. આ પહેલા આ જ સપ્તાહે સુપ્રીમ કોર્ટે આ પરીક્ષાઓને ટાળવા પર દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. 17 ઓગસ્ટે કોર્ટે કહ્યું હતું કે પરીક્ષાઓને ટાળવા પાછળ કોઈ તર્ક નથી. કોર્ટે કહ્યું હતું કે એ સાચું છે કે મહામારીની સ્થિતિ છે પણ આખરે જિંદગીને ચાલતા રાખવી પડશે. સ્ટુડન્ટ્સના ભવિષ્યને લઈને વિધ્ન ઉત્પન કરી શકાય નહીં.

  કોરોના વાયરસના કારણે નીટ અને જેઈઈની મેન પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી છે. પહેલા આ પરીક્ષા મે માં થવાની હતી. જે પછી જુલાઈમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે વધી રહેલા કોરોનાના કેસના કારણે નીટ અને જેઈઈની મેન પરીક્ષા સપ્ટેમ્બરમાં કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે જેઈઈની મેન પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરે અને નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: JEE, Neet, Neet jee exams, Secretary amit khare, શિક્ષણ

  આગામી સમાચાર