શિક્ષણ અધિકારીએ મધ્યાહ્ન ભોજનમાં માણી ચિકન કરીની લિજ્જત, થઇ આવી સજા

આ અધિકારી એક સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની (mid day meal) તપાસ કરવા માટે ગયા હતા. જ્યાં તે બાળકોની સાથે ચિકન કરી ખાવા લાગ્યો હતો.

News18 Gujarati
Updated: October 12, 2019, 7:38 PM IST
શિક્ષણ અધિકારીએ મધ્યાહ્ન ભોજનમાં માણી ચિકન કરીની લિજ્જત, થઇ આવી સજા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 7:38 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ઓડિશાના (Odisha)એક શિક્ષણના અધિકારીને (Education department officer) સસ્પેન્ડ કરવાાં આવ્યા છે. આ અધિકારી એક સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની (mid day meal) તપાસ કરવા માટે ગયા હતા. જ્યાં તે બાળકોની સાથે ચિકન કરી ખાવા લાગ્યો હતો. જ્યારે બાળકો તેમની સામે દાળ-ભાત ખાતા રહ્યા હતા.

સુંદરગઢ જિલ્લાના (Sundergarh Disrict)જિલ્લાધિકારી (District Commissioner)નિખિલ પવન કલ્યાણે બિનય પ્રકાશ સૉયને સસ્પેન્ડ કર્યા છે. તેઓ બોનાઇના બ્લોક શિક્ષણ અધિકારી છે.
તેમનો એક વીડિયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં દાળ-ભાત ખાતા બાળકોની સાથે અધિકારી બહારથી આવેલી ચિકન કરી (Chicken Curry) ખાઇ રહ્યા હતા.

યોગ્ય રીતે ફરજનું પાલન ન કરતા કરાયા સસ્પેન્ડ
શુક્રવારે જિલ્લા શિક્ષણઅધિકારી તરફથી રજૂ કરવામાં આવેલા એક ઓર્ડર પ્રમાણે સૉયને વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી તેમના ઉપર કરાયેલી શિસ્તભંગની કાર્યવાહીના કારણે કરવામાં આવ્યું છે. પોતાના કર્તવ્યોનું યોગ્ય રીતે પાલન ન કરતાઅને સાર્વજનિક કામને અંજામ આપવાની સાથે ખોટો વ્યવહાર કરતા આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-દિલ્હીમાં ગુજરાતી સમાજ ભવન પાસે PM મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું
Loading...

આ ઘટના તિલેઇમલ પ્રોજેક્ટ પ્રાઇમરી સ્કૂલ બોનાઇની છે. સૉય અહીં મિડ-ડે મીલ પ્રોજેક્ટનો રિવ્યૂ કરવા માટે ગયા હતા. બીઇઓ જ્યારે સ્કૂલ પહોંચ્યા ત્યારે સ્કૂલના હેડ માસ્ટર તુપી ચંદન કિસન અને સ્કૂલના અન્ય અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે અહીં મિડ ડે મીલ કિચનનું અવલોકન કર્યા બાદ સૉયે નક્કી કર્યું કે બાળકો સાથે બેસીને ભોજન કરશે.

આ પણ વાંચોઃ-આંગળીના બે વેઢા જેવડા નેનો ફોનથી લોકોને છેતરતું કૉલ સેન્ટર ઝડપાયું, 19 લોકોની ધરપકડ

જોકે, બાળકો પોતાની સાથે ખાવાની વાત થી જ ઉત્સાહિત હતા. પરંતુ જ્યારે ખાવાનું પિરસાયું તો બાળકોને માત્ર દાળ અને ભાત પિરસાયા હતા. જ્યારે બીઇઓ અને અન્ય શિક્ષકોને ખાવામાં બહારથી લાવવામાં આવેલી ચિકન કરી અને સલાડ આપવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ (viral video)થયો હતો.

આ પણ વાંચોઃ-લિફ્ટ આપી મહિલા સાથે ગેંગરેપ, તાબે કરવા બાળકને મારી નાખવાની ધમકી આપી

બીજી તરફ સૉયે આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમને જે કરી ખાવા માટે આપી હતી તે ચિકન કરી ન્હોતી. પરંતુ એક મહિલા શિક્ષિકાના ઘરેથી આવેલું ભોજન આપવામાં આવ્યું હતું.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...