અગસ્તા કેસ: EDની ચાર્જશીટમાં મોટો ખુલાસો, AP એટલે અહમદ પટેલ, FAM મતલબ ફેમિલી: સૂત્ર

News18 Gujarati
Updated: April 5, 2019, 7:08 AM IST
અગસ્તા કેસ: EDની ચાર્જશીટમાં મોટો ખુલાસો,  AP એટલે અહમદ પટેલ,  FAM મતલબ ફેમિલી: સૂત્ર
ફાઈલ ફોટો

ચાર્જશીટમાં કહ્યું કે, વચોટિયા ક્રિશ્ચિયન મિશેલે APનો મતલબ અહમદ પટેલ, અને FAMનો મતલબ ફેમિલી જણાવ્યો

  • Share this:
અગષ્ટા વેસ્ટલેન્ડ ઘોટાળા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું કે, વચોટિયા ક્રિશ્ચિયન મિશેલે APનો મતલબ અહમદ પટેલ, અને FAMનો મતલબ ફેમિલી જણાવ્યો છે. ચાર્જશીટમાં ઈડીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, મિશેલે એક પત્ર અનુસાર, તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર તેમની પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

ઈડીની ચાર્જશીટ અનુસાર, ક્રિસ્ચિયન મિશેલે કેટલાએ એરફઓર્સ અધિકારીઓ, નોકરશાહો અને રાજનૈતિક વ્યક્તિઓને લાંચની રકમ 30 મિલીયન યૂરો આપવામાં આવી, મિશેલે જણાવ્યું કે, આમાં APનો મતલબ અહમદ પટેલ, અને FAMનો મતલબ ફેમિલી છે.

આ પહેલા આરોપી વચોટિયા સુશેન ગુપ્તાએ મોટો ખુલાસો કર્યો હતો. ઈડીએ સુશેન ગુપ્તાની અટકાયતની માંગ કરતા કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે, અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ઘોટાળા મામલામાં 'આરજી'એ 2004થી 2016 વચ્ચે 50 કરોડ રૂપિયાની લાંચ લીધી. ઈડીએ આરોપ લગાવ્યો કે, સુશેન ગુપ્તાએ 'આરજી' દ્વારા 50 કરોડ રૂપિયાની લાંચ લેવાની વાત કબૂલી છે, પરંતુ આનું ફૂલફોર્મ એટલે કે આરજી કોણ છે તે નથી જણાવી રહ્યો.

ઈડીએ કહ્યું કે, સુસેન ગુપ્તા જાણી જોઈને અગસ્તા વેસ્ટલેન્ડ હોલિકોપ્ટર ઘઓટાળા મામલાની તપાસને ભટકાવવાની કોશિસ કરી રહ્યો છે. તે 'આરજી'નું સાચુ ફૂલફઓર્મ નથી જણાવી રહ્યો. ઈડીને સુશેન ગુપ્તા પાસેથી મળેલી ડાયરી અને પેન ડ્રાઈવમાં કેટલીએ વખત 'આરજી' શબ્દનો ઉલ્લેખ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'આરજી'એ 2004થી 2016 વચ્ચે 50 કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
First published: April 4, 2019
વધુ વાંચો
अगली ख़बर