EDએ SCને કહ્યું, ચિદમ્બરમે રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો કર્યો, ધરપકડ જરૂરી

મની લોન્ડ્રીંગ સમાજ અને રાષ્ટ્ર વિરુદ્ધ અપરાધ છે, અને તમામ ષડયંત્રને શોધી બહાર લાવવું તપાસ એજન્સીનો અધિકાર અને કર્તવ્ય છે.

News18 Gujarati
Updated: August 29, 2019, 7:43 PM IST
EDએ SCને કહ્યું, ચિદમ્બરમે રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો કર્યો, ધરપકડ જરૂરી
EDએ SCને કહ્યું, ચિદમ્બરમે રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો કર્યો, ધરપકડ જરૂરી
News18 Gujarati
Updated: August 29, 2019, 7:43 PM IST
પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મની લોન્ડ્રીંગ 'સમાજ અને રાષ્ટ્ર' વિરુદ્ધ અપરાધ છે. આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રીંગ મામલામાં મોટા ષડયંત્ર વિશે માહિતી મેળવવા માટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી પૂછપરછ કરવી જરૂરી છે.

ઈડીએ ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ અને ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્નાની પીઠને કહ્યું કે, તે હાલમાં ચિદમ્બરમને તપાસમાં સામે આવેલી સામગ્રી ન દેખાડી શકે કેમ કે, ધન(પૈસા) કયા કયા હાથોમાં થઈ પસાર થયા તેની સાથે જોડાયેલા પુરાવાને નષ્ટ કરવામાં આવી શકે છે.

તપાસ કરવી એજન્સીના વિશેષાધિકારનું ક્ષેત્ર

ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આગોતરા જામીનના સ્તર પર આરોપીને સામગ્રી, સૂત્ર અને પૂરાવા દેખાડવાની કોઈ જરૂરત નથી, અને તપાસ કરવી તપાસ એજન્સીનો વિશેષાધિકાર વાળુ ક્ષેત્ર છે.

તેમણે કહ્યું કે, મની લોન્ડ્રીંગ સમાજ અને રાષ્ટ્ર વિરુદ્ધ અપરાધ છે, અને તમામ ષડયંત્રને શોધી બહાર લાવવું તપાસ એજન્સીનો અધિકાર અને કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, ઉચ્ચ અદાલતે સળંગ કહ્યું કે, આર્થિક અપરાધ ગંભરથી ગંભીર પ્રકૃતિ છે, ભલે તેના માટે સજા કોઈ પણ નિર્ધારિત થાય.

તુષાર મહેતાએ કહ્યું, મારી પાસે પૂરાવા છે
Loading...

મહેતાએ કહ્યું કે, મારી પાસે 2009 બાદ અને હાલમાં પણ આઈએનએક્સ મીડિયા મામલામાં પૈસાની લેતી દેતી દર્શાવતા પૂરાવા છે. તેમણે કહ્યું કે, ઈડી ચિદમ્બરમને હિરાસતમાં રાખી આગોતરા જામીનના સુરક્ષા કવચ વગર પૂછપરછ કરવા માંગે છે.

ઉચ્ચ અદાલત ચિદમ્બરમ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. તેમણે આઈએનએક્સ મીડિયા મામલામાં સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચાર અને ધન શોધનના મામલામાં તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવાના ઉચ્ચ ન્યાયાલયના 20 ઓગસ્ટના નિર્ણયને પડકાર્યો છે.

આ પહેલા શીના બોરા હત્યાકાંડમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીએ કહ્યું હતું કે, આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર અને ધનશોધન મામલામાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડને સારા સમાચાર ગણાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્મય 5 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત રાખી લીધો છે. એવામાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરને ઈડીની હિરાસતથી આગોતરી રાહત મળી ગઈ છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...