Home /News /national-international /જમીન કૌભાંડમાં સંજય રાઉતને ઇડીનું સમન્સ, કાલે હાજર થવાનો આદેશ

જમીન કૌભાંડમાં સંજય રાઉતને ઇડીનું સમન્સ, કાલે હાજર થવાનો આદેશ

ઇડીએ 28 જૂનના રોજ સંજય રાઉતને (sanjay raut)હાજર થવાનો આદેશ આપ્યો

Sanjay Raut ED Summons: આ આખી ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં અસંતુષ્ઠ ધારાસભ્યોના જૂથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો છે

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)શિવસેનાના (shiv sena)સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતને નોટિસ ફટકારી (sanjay raut ed summons)છે. ઇડીએ 28 જૂનના રોજ સંજય રાઉતને (sanjay raut)હાજર થવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ઇડીએ (enforcement directorate)સંજય રાઉત અને તેમના પરિવાર સાથે જોડાયેલા આઠ ભૂખંડો અને મુંબઈના દાદર ઉપનગરમાં એક ફ્લેટને મની લોન્ડ્રીંગ કેસ અંતર્ગત જપ્ત કર્યો હતો. આ આખી ઘટના મુંબઈમાં એક ચાલીના પુર્નવિકાસ સાથે જોડાયેલ 1034 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ તપાસથી સંબંધિત છે.

ઇડીની નોટિસ મળવા પર સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મને હાલ ખબર પડી છે કે ઇડીએ મને તલબ કર્યો છે. સારું! મહારાષ્ટ્રમાં મોટા રાજનીતિક ઘટનાક્રમ થઇ રહ્યા છે. અમે બાલાસાહેબના શિવસૈનિક મોટી લડાઇ લડી રહ્યા છીએ. આ મને રોકવાનું ષડયંત્ર છે. જો તમે મારું માથું કાપી દો તો પણ ગુવાહાટીનો રસ્તો અપનાવીશ નહીં. જય હિન્દ.



આ પણ વાંચો - એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અલ્પમતમાં છે મહાવિકાસ અઘાડી સરકાર, 38 ધારાસભ્યોએ સમર્થન પાછું ખેચ્યું

ઇડીએ આ મામલામાં મહારાષ્ટ્રના બિઝનેસમેન પ્રવિણ રાઉતની ફેબ્રુઆરીમાં ધરપકડ કરી હતી અને પછી ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇડીએ ગત વર્ષે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની પીએમસી બેંક ઘોખાઘડી મામલા સાથે જોડાયેલા એક અન્ય મની લોન્ડ્રિંગ મામલામાં અને પ્રવિણ રાઉતની પત્ની માધુરી સાથે તેના કથિત સંબંધોમાં પણ પૂછપરછ કરી હતી. જ્યારે હાલમાં જ ઇડીએ મની લોન્ડ્રીંગ કેસમાં શિવસેનાના નેતા અર્જુન ખોતકરની 78 કરોડ રૂપિયાની સંપત્તિ કુર્ક કરી હતી.
" isDesktop="true" id="1222695" >

આ આખી ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં અસંતુષ્ઠ ધારાસભ્યોના જૂથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો છે. આ બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીની એક હોટલમાં રોકાયા છે.
First published:

Tags: Sanjay raut, Shiv sena

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો