Home /News /national-international /મોટા સમાચાર: મનીષ સિસોદીયા બાદ કેસીઆરની દીકરીને ઈડીએ મોકલ્યું સમન, આવતીકાલે થશે પૂછપરછ

મોટા સમાચાર: મનીષ સિસોદીયા બાદ કેસીઆરની દીકરીને ઈડીએ મોકલ્યું સમન, આવતીકાલે થશે પૂછપરછ

કેસીઆરની દીકરીને ઈડીનું સમન

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સીબીઆઈએ સીએ બુચીબાબૂ ગોરાંટલાને નીતિ નિર્માણ અને કાર્યાન્વયનમાં કથિત ભૂમિકા અને હૈદરાબાદમાં આવેલ જથ્થાબંધ અને છુટક લાયસન્સધારીઓ, તેમના લાભાર્થઈ માલિકોને ખોટી રીતે લાભ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કર્યા હતા.

નવી દિલ્હી: તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની દીકરી અને બીઆરએસ એમએલસી કે. કવિતાના ઈડીએ સમન મોકલ્યું છે. તેમને કાલે 9 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા સાથે આ મામલામાં 12 ડિસેમ્બરે હૈદરાબાદમાં સીબીઆઈએ સાત કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી. તો વળી આ અગાઉ દિલ્હી શરાબ કૌભાંડ મામલામાં આરોપી કવિતાના ચાર્ટર્ડ અકાઉંટેંટ બુચીબાબૂ ગોરાંટલાને સોમવારે કોર્ટમાંથી રાહત મળી હતી. રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા. આપને જણાવી દઈએ કે, સીબીઆઈની ટીમે ચાર્ટર્ડ અકાઉંટેંટ બુચીબાબૂને હાદરાબાદમાંથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Petrol Diesel Prices : હોળીના દિવસે મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, ટાંકી ફુલ કરાવતા પહેલા ચેક કરી લો રેટ

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સીબીઆઈએ સીએ બુચીબાબૂ ગોરાંટલાને નીતિ નિર્માણ અને કાર્યાન્વયનમાં કથિત ભૂમિકા અને હૈદરાબાદમાં આવેલ જથ્થાબંધ અને છુટક લાયસન્સધારીઓ, તેમના લાભાર્થઈ માલિકોને ખોટી રીતે લાભ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કર્યા હતા. કવિતાનું સમન દિલ્હીની એક કોર્ટ દ્વારા હૈદરાબાદના વેપારી બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈને 13 માર્ચ સુધી ઈડીની ધરપકડમાં દારુ વેપારી અમનદીપ ઢલને 21 માર્ચ સુધી ન્યાયિક ધરપકડમાં મોકલી આપ્યાના એક દિવસ બાદ આવ્યું છે.

કવિતાનો સામનો અરુણ રામચંદ્ર પિલ્લઈ સાથે ઈડી કરાવશે


ઈડીએ તેમને એટલા માટે બોલાવ્યા છે કે, જેથી તેમનો સામનો હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ સાથે કરાવી શકે. જે સાઉથ ગ્રુપના કથિત ફ્રંટમેન છે, જેને ઈડીએ સોમવારે ધરપકડ કર્યા હતા. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના પ્રતિનિધિ ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા સીબીઆઈ તપાસના આદેશ બાદ આમ આદમી પાર્ટી સરકારે ગત વર્ષે આ નીતિ પાછી લીધી હતી. ઈડીના જણાવ્યા અનુસાર, સાઉથ ગ્રુપમાં શરદ રેડ્ડી (અરબિંદો ફાર્માના પ્રમોટર), મગુનતા શ્રીનિવાસુલુ રેડ્ડી (ઓંગોલ લોકસભા સીટથી વાઈએસઆર કોંગ્રેસ સાંસદ) કવિતા અને અન્ય જોડાયેલ છે.
First published:

Tags: Delhi Crime, મનીષ સિસોદીયા