Home /News /national-international /EDએ ત્રણ મહિનામાં 100 કરોડ રોકડા જપ્ત કર્યા; આ પૈસાનું શું કરવામાં આવે છે?

EDએ ત્રણ મહિનામાં 100 કરોડ રોકડા જપ્ત કર્યા; આ પૈસાનું શું કરવામાં આવે છે?

ઈડીની રેડમાં કોલકાતામાંથી 17 કરોડ રૂપિયા જપ્ત કરાયા

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવાલ થાય છે કે આ જપ્ત કરાતી રોકડનું શું કરવામાં આવે છે?

    દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇડીના સર્ચ ઓપરેશન દ્વારા આંખો પહોળી થઇ જાય તેટલી સંખ્યામાં ચલણી નોટોના બંડલો મળી રહ્યા છે. ઇડીએ છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 100 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ગઇકાલે શનિવારે જ ઇડીએ કોલકાતામાં મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન સંબંધિત છેતરપિંડીના કેસમાં એક બિઝનેસમેનના ઘરેથી 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ કબ્જે કરી હતી. ઇડીની રેડ દરમિયાન પકડાતી રોકડના ઢગલા લોકોને ચોંકાવી રહ્યા છે. તેની ગણતરી માટે પણ અનેક મશીન લગાવવા પડે છે, ત્યારે સવાલ થાય છે કે આ જપ્ત કરાતી રોકડનું શું કરવામાં આવે છે?

    આ પહેલા પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા મંત્રી પાર્થ ચેટરજીના સહયોગી અર્પિતા મુખર્જીને ત્યાંથી 50 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશના ઈતિહાસમાં રોકડની આ સૌથી મોટી જપ્તી હતી. અધિકારીઓને શંકા છે કે, જપ્તા કરાયેલી રોકડ શિક્ષક ભરતી કૌભાંડ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી.

    અગાઉ ઇડીના અધિકારીઓએ ઝારખંડ માઇનિંગ કૌભાંડમાં 20 કરોડ રૂપિયાથી વધુની રોકડ કબ્જે કરી હતી. આ ઉપરાંત એજન્સીએ અન્ય કેટલીક રેડમાં નાની-મોટી રકમ રિકવર કરી છે.

    આ પણ વાંચો: West Bengal News: બીજેપીના સરઘસ પર હુમલો અને બોમ્બમારો

    સામાન્ય રીતે, લોકોના મનમાં સવાલ થાય તે સ્વભાવિક છે કે આટલા મોટા પ્રમાણમાં રોકડની જપ્તી કરી તેનું શું કરવામાં આવે છે? તેના પણ પ્રોટોકોલ છે. જ્યારે પણ કોઈપણ જગ્યાએથી રોકડ કબ્જે કરાય છે ત્યારે તેની ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ગણતરી બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. કઇ-કઇ નોટ અને તેની સંખ્યા નોંધવામાં આવે છે. આ પછી તેને બોક્સમાં ભરીને સીલ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં જમા કરવામાં આવે છે.

    બેંકમાં જમા થયેલા નાણા બાદ પણ એક અલગ પ્રક્રિયા છે. રોકડ જપ્ત કર્યા બાદ તપાસ એજન્સી સંબંધિત વ્યક્તિને નાણાંના સ્ત્રોત વિશે માહિતી આપવા માટે તક આપે છે. તપાસ એજન્સી જપ્ત કરાયેલી રોકડ અંગેના પ્રશ્નથી સંતુષ્ટ થાય તો ઠીક છે, નહીંતર જપ્ત કરાયેલી રોકડને ખોટી રીતે કમાયેલા નાણાં તરીકે ગણવામાં આવશે. આ બધું કોર્ટની દેખરેખ હેઠળ થાય છે. કોર્ટ પણ તેના જવાબથી સંતુષ્ટ થાય અને રોકડને યોગ્ય માને તો તેને પરત કરવાનો નિર્ણય કરાય છે. જો આ અંગે સંતોષકારણ જવાબ ન મળે અને પૈસાના સ્ત્રોત અંગે જાણકારી ન આપી શકે તો આ પૈસા કેન્દ્ર સરકારના ખજાનામાં જતાં રહે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Enforcement directorate, National news, Raids

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन