નવી દિલ્હી : ઇડીએ (ED)બુધવારે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મામલામાં મની લોન્ડ્રીંગની તપાસના સિલસિલામાં મુંબઈ સ્થિત રક્ષા બુલિયન (Raksha Bullion)અને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરોમાં સર્ચ અભિયાન કર્યું હતું. ઇડીએ આ કંપનીના ગુપ્ત લોકરોમાંથી 91.5 કિલો સોનું અને 340 કિલો ચાંદી જપ્ત કરી છે. ઇડીએ આ પૂરી કાર્યવાહીમાં કુલ 431 કિલોગ્રામ સોના-ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત 47 કરોડ રૂપિયાથી વધારે બતાવવામાં આવી રહી છે.
સંઘીય એજન્સીએ આ સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અંગત લોકરોની તપાસ દરમિયાન એ માહિતી સામે આવી કે જે લોકરનું સંચાલન ઉચિત માનદંડોનું પાલન કર્યા વગર કરવામાં આવી રહ્યું હતું. કોઇ કેવાયસીનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઇ સીસીટીવી કેમેરા ન હતો. પરિસરમાં આવતા જતા લોકોનું કોઇ રજિસ્ટર ન હતું.
ED concluded searches on 4 premises belonging to M/s Raksha Bullion & M/s Classic Marbles. The searches were conducted in connection with the money laundering probe in case of M/s Parekh Aluminex ltd. Seizure of 91.5 kg gold and 340 kg silver, valued at ₹ 47.76 Cr. has been made pic.twitter.com/xF1ga42rs2
2018માં પારેખ એલુમિનિક્સ લિમિટેડ કંપની સામે 2296 કરોડ રૂપિયાનો લોન ફ્રોડ અને મની લોન્ડ્રીંગનો મામલો સામે આવ્યો હતો. આ મામલાની તપાસમાં રક્ષા બુલિયન્સ અને ક્લાસિક માર્બલમાં પૈસા રુટ હોવાની લિંક સામે આવ્યા પછી ઇડીએ આ કાર્યવાહી કરી હતી.
આ પરિસરમાં કુલ 761 લોકર હતા. જેમાં ત્રણ રક્ષા બુલિયનના હતા. ઇડીએ જણાવ્યું કે લોકરોને ખોલવા પર બે લોકરોમાં 91.5 કિલોગ્રામ સોનાની ઇટ અને 152 કિલોગ્રામ ચાંદી મળી આવી હતી. જેને જપ્ત કરી લેવામાં આવી છે. આ સિવાય રક્ષા બુલિયનના પરિસરથી 1800 કિલોગ્રામ ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે. એજન્સીના મતે જપ્ત કરાયેલી સોના-ચાંદીની કુલ કિંમત 47.76 કરોડ રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર