Home /News /national-international /ED Big Action News: ભષ્ટ્રાચારનો સફાયો કરવા EDની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં 38 સ્થળો પર દરોડા
ED Big Action News: ભષ્ટ્રાચારનો સફાયો કરવા EDની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં 38 સ્થળો પર દરોડા
EDની મોટી કાર્યવાહી
ED Big Action News: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લગભગ 38 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓના ઘરે પણ ITએ દરોડા પાડ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લગભગ 38 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓના ઘરે પણ ITએ દરોડા પાડ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અહીં દરોડા પાડવામાં આવેલા અધિકારીઓ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના નજીકના છે.
EDની રડાર પર આ IAS અધિકારી પણ છે, જેનાથી સંબંધિત ઘણા અન્ય આરોપીઓના લોકેશન પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. EDની રડાર પર જે IAS અધિકારી છે, તેમના નામ નીચે પ્રમાણે છે-
મધ્યપ્રદેશ- છત્તીસગઢમાં કામ કરતા કેટલાક IAS અધિકારીઓ/ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલા ઘણા બિઝનેસમેન અને તેમની સાથે જોડાયેલા લોકોના ઘરે EDએ દરોડા પાડ્યા છે.
રાયપુરના એએસપી અભિષેક મહિશ્વરી, આઈએએસ સમીર બિશ્નોઈ, કલેક્ટર, સીએમઓ સચિવ, માઈનિંગ ઓફિસર, ધારાસભ્યો, કોલસાના વેપારીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. રાયગઢ કલેક્ટર રાનુ સાહૂ, સીએમઓના સચિવ સૌમ્યા ચૌરસિયા, માઈનિંગ ડિપાર્ટમેન્ટના હેડ જેપી મૌર્ય, વિધાયક અગ્નિ ચંદ્રાકર, કોલસા વેપારી કોંગ્રેસ નેતા સૂર્યકાંત તિવારીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલા પણ સીએમઓના ડેપ્યુટી સેક્રેટરી સૌમ્ય ચૌરસિયા અને બિઝનેસમેન સૂર્યકાંત તિવારીના ઘરે પણ આઈટી અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
આ દરોડામાં ED ટીમના એક ડઝનથી વધુ અધિકારીઓ સામેલ છે. રાયગઢના ગાંજા ચોક નિવાસી નવનીત તિવારીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. દુર્ગ, ભિલાઈ, રાયપુર સહિત ઘણી જગ્યાઓ પર EDના દરોડાની માહિતી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર