Home /News /national-international /Jharkhand Tender Scam: CM સોરેનના નજીકના નેતા પંકજ મિશ્રાને ત્યાં EDની રેડ, હીરા ભગતના ઘરેથી 2 કરોડ મળ્યા
Jharkhand Tender Scam: CM સોરેનના નજીકના નેતા પંકજ મિશ્રાને ત્યાં EDની રેડ, હીરા ભગતના ઘરેથી 2 કરોડ મળ્યા
ઈડી દરોડા - ઝારખંડ
ED raid on Jharkhand : ઝારખંડ સાહિબગંજના ધારાસભ્ય, નેતા પંકજ મિશ્રા પર EDએ છાંપો માર્યો, સવારે 5 વાગ્યાથી કુલ 18 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, આ રકમ ગેરકાયદે માઈનિંગ કૌભાંડ સાથે જોડાયેલી હોઈ શકે છે. 18 સ્થળો પર EDની તપાસ ચાલુ છે.
રાંચી. ઝારખંડ ટેન્ડર કૌભાંડમાં આજે સવારથી મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના કહેવાતા નેતા, અને ધારાસભ્ય પંકજ મિશ્રાના (Pankaj Mishra) ઘરે EDના દરોડા પડ્યા છે. EDની ટીમે આજે સવારે 5 વાગ્યાથી કુલ 18 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ 18 જગ્યામાં પંકજ મિશ્રાના ઘણા નજીકના મિત્રોના પણ નામ સામે આવ્યા હતા (Jharkhand).
એવું કહેવાય રહ્યું છે, આ રેડ દરમિયાન, EDએ હીરા ભગતના ઘરેથી લગભગ 2 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. EDના સૂત્રોએ જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી રોકડની ગણતરી હજુ ચાલી રહી છે, લગભગ તે બે કરોડ રૂપિયા હોઈ શકે છે. આ રકમ ગેરકાયદે માઈનિંગ કૌભાંડ સાથે જોડાયેલી હોઈ શકે છે.(money laundering)
EDની ટીમ સવારે 5 વાગ્યાથી પંકજ મિશ્રાના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડી રહી છે. પંકજ મિશ્રા ઉપરાંત EDએ તેમના નજીકના મિર્ઝાચોકીના કારોબારી રાજુ, પાત્રુ સિંહ અને ટ્વિંકલ ભગતના ઘરે પણ દરોડા પાડ્યા છે, આ સિવાય EDએ બરહરવામાં ક્રિષ્ના સાહ સહિત ત્રણ પથ્થરના વ્યાપારીઓ પર પણ દરોડા પાડ્યા છે.
ઝારખંડ ટેન્ડર કૌભાંડ કેસમાં રાજ્યના સાહેબગંજ, બરહૈત અને રાજમહેલ સહિત 18 સ્થળો પર EDની તપાસ ચાલુ છે. આ દરોડામાં અર્ધલશ્કરી દળોની પણ મદદ લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન EDની ટીમને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે. EDની ટીમે અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ તમામ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર