Home /News /national-international /

EDએ યસ બેંકના પૂર્વ MD રાણા કપૂરની પૂછપરછ કરી, 12 કલાકથી દરોડાં ચાલુ

EDએ યસ બેંકના પૂર્વ MD રાણા કપૂરની પૂછપરછ કરી, 12 કલાકથી દરોડાં ચાલુ

EDએ રાણા કપૂરની પૂછપરછ કરી.

CNBCTV18ને મળેલી જાણકારી પ્રમાણે રાણા કપૂરને ઇડીની મુંબઈની ઑફિસ ખાતે લાવવામાં આવ્યા છે.

    નવી દિલ્હી : યસ બેંક મામલે (Yes Bank Crisis) ઇડી (ED-enforcement directorate) બેંકના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂર (Rana Kapoor) ના ઘર પર દરોડાં કરી રહી છે. CNBCTV18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઇડીની મુંબઈના (ED Mumbai Office) ઓફિસમાં રાણાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીએ બેંકના સંસ્થાપક (Yes Bank Founder) અને આ સંકટ સામે આવ્યા પહેલા બોર્ડમાંથી એક્ઝિટ કરી ચુકેલા બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર સામે મની લોન્ડ્રિંગ (Money Laundering Case Against Rana Kapoor)નો કેસ દાખલ કર્યો છે. રાણા કપૂરના ઘર સહિત અનેક  જગ્યા પર છેલ્લા 12 કલાકથી દરોડાં ચાલુ છે. નોંધનીય છે કે RBI (Reserve Bank of India)એ રાણા કપૂરને ઓગસ્ટ 2018માં પોતાનું પદ છોડી દેવાનું કહ્યું હતું. જે બાદમાં તેણે 31મી જાન્યુઆરી 2019ના રોજ પોતાનું પદ છોડ્યું હતું.

    શુક્રવારે તપાસ એજન્સીએ રાણા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. જે બાદમાં શનિવારે રાણા મુંબઈ ઇડી ઓફિસ પહોંચ્યા હતા. ઇડીની ઓફિસ રાણાની પૂછપરછી કરી રહી છે.

    આ પણ વાંચો : યસ બેંકના કેસ પછી સરકાર અન્ય બેંકો પર પણ રાખી રહી છે નજર: સૂત્ર

    બેંકના સંચાલન પર સવાલ

    ગત થોડા દિવસોમાં યસ બેંકના સંચાલન અંગે સવાલ ઉઠતા રહ્યા છે. આ કારણે જ બેંકની માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalization)માં સતત ઘટાડો જોવામાં આવ્યો છે.

    કૉર્પોરેટ ક્ષેત્રમાં રાણા કપૂરનું નેટવર્ક ખૂબ જ મજબૂત હોવાનું માનવામાં આવે છે. બેંકને અનેક મહત્વપૂર્ણ ડીલ અપાવવા માટે કપૂરે અગત્યનો રોલ ભજવ્યો હતો. કપૂરે એવી કંપનીઓને નાણાકીય મદદ પૂરી પાડી હતી જેમને અન્ય લોકો રૂપિયા આપતા ડરતા હતા. પરંતુ ક્યારેક માસ્ટર સ્ટ્રોક ગણાતું આ પગલું હાલ બેંક માટે સૌથી મોટી આફત બની ગયું છે.



    આ પણ વાંચો : Yes Bankનાં ખાતાધારકોની મુશ્કેલી દૂર કરીશું, તેમના રૂપિયા સુરક્ષિત : SBI ચેરમેન રજનીશ કુમાર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Rana Kapoor, Reserve bank of india, Yes Bank, આરબીઆઇ, ઇડી, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन