Home /News /national-international /JKCA મની લોન્ડ્રિંગ : ફારુક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલામાં 12 કરોડની સંપત્તિ જપ્ત

JKCA મની લોન્ડ્રિંગ : ફારુક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલામાં 12 કરોડની સંપત્તિ જપ્ત

JKCA મની લોન્ડ્રિંગ : ફારુક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલામાં 12 કરોડની સંપત્તિ જપ્ત

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનમાં 2002થી 2011 વચ્ચેનો આ મામલો લગભગ 43.69 કરોડ રૂપિયાના કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે

  નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની (Farooq Abdulla) 11.86 કરોડની સંપત્તિ ઇડીએ (Enforcement Directorate)જપ્ત કરી લીધી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ નેતા સામે EDની ટીમ કથિત વિત્તીય ગરબડીના કેસ શોધી રહી હતી. આ બધા કેસ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનમાં વિત્તીય અનિયમિતતા સાથે જોડાયેલા છે. સીબીઆઈએ 2018માં ફારુક અબ્દુલ્લા અને ત્રણ અન્ય સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનમાં 2002થી 2011 વચ્ચેનો આ મામલો લગભગ 43.69 કરોડ રૂપિયાના કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે.

  ઇડીએ દાવો કર્યો છે કે 2006થી 2012 દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને જેકેસીએના ફંડનો દુરપયોગ કર્યો હતો. એજન્સીનો દાવો છે કે 45 કરોડથી વધારેની રકમ પર કથિત રૂપથી હાથ સાફ કર્યો છે. ફારુક અબ્દુલ્લાની સીઝ કરેલી સંપત્તિઓમાં ત્રણ આવાસીય, એક વાણિજ્યિક સંપત્તિઓ સાથે ચાર પ્લોટ પણ સામેલ છે. આ બધી સંપત્તિઓની કુલ કિંમત 11.86 કરોડ છે. જ્યારે માર્કેટ વેલ્યૂ લગભગ 60 થી 70 કરોડની છે.

  આ પણ વાંચો - Congress Meeting: સોનિયા ગાંધીની બેઠકમાં રાહુલે કહ્યું - પાર્ટી જે પણ જવાબદારી આપશે તેને નિભાવીશ
  " isDesktop="true" id="1056622" >

  84 વર્ષીય અબ્દુલ્લાની પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે ઇડી તરફથી લેટર ગુપકાર ડિક્લરેશન અંતર્ગત કાશ્મીરમાં પીપુલ્સ એલાયન્સની જાહેરાત પછી આવ્યો છે. આ સ્પષ્ટ સંકેત છે કે આખી ઘટના રાજનીતિક પ્રતિરોધ સાથે જોડાયેલ છે. નેશનલ કોન્ફરન્સ તરફથી કહેવામાં આવ્યું કે આ થવાનું હતું જેની અમને આશા હતી. કેન્દ્રની બીજેપી સરકાર એન્જન્સીઓનો ઉપયોગ કાશ્મીરમાં બનાયેલા નવા રાજનીતિક સમીકરણોને તોડવામાં કરી રહી છે. બીજેપી રાજનીતિક રીતે પોતાના હરિફોનો મુકાબલો કરી શકતી નથી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Enforcement directorate, Farooq abdullah, ઇડી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन