પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11,400 કરોડના ગોટાળાના આરોપી નીરવ મોદીની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે તેનું એક બેંક ખાતું ફ્રીઝ કરી દીધું છે. આ ખાતામાં રૂ. 30 કરોડની બેલેન્સ હોવાનું માલુમ પડ્યું છે. બેંક ખાતા ઉપરાંત ઈડીએ તેની કંપનીમાંથી 13.86 કરોડના શેર્સ પણ જપ્ત કર્યા છે.
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ઈડીએ નીરવ મોદીની સ્ટીલની 176 અલમારી અને પ્લાસ્ટિકના 60 જેટલા કેન્ટેનર જપ્ત કર્યા છે. આ કન્ટેનરમાં બહારથી મંગાવવામાં આવેલી ઘડિયાળો છે.
ઈડીએ તાજેતરમાં કરેલી રેડમાં આ ઘડિયાળો મળી આવી છે. આ ઘડિયાળોને પ્લાસ્ટિકના અલગ અલગ બોક્સમાં બંધ કરીને રાખવામાં આવી હતી.
આ પહેલા ઈડીએ નીરવ મોદીની નવ જેટલી લક્ઝરી કાર્સ જપ્ત કરી હતી. જેમાં રોલ્સ રોયસ, પોર્સ, મર્સિડિઝનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર