એરસેલ-મેક્સિસ કેસમાં EDએ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ કરી

News18 Gujarati
Updated: October 25, 2018, 3:19 PM IST
એરસેલ-મેક્સિસ કેસમાં EDએ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ કરી
પી. ચિદમ્બરમ ફાઇલ તસવીર

સીબીઆઇએ અગાઉ દાખલ કરેલી ચાર્જશીટમાં મારન બંધુઓ સામે આરોપો પુરવાર કરી શકી નહોતી.

  • Share this:
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સામે એરસેલ-મેક્સિસ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ઇડીએ આ કેસમાં નવ આરોપીના નામ આપ્યા છે જેમાં પી. ચિદમ્બરમ, એસ. ભાસ્કરમન અને ચાર મેક્સિસ કંપનીના માણસોનો સમાવેશ થાય છે. સીબીઆઇના સ્પેશિયલ જજ ઓ.પી.સૈનીએ આ અંગેની સુનાવણી નવેમ્બર 26ના રોજ રાખી છે.

ઇડીએ આ કેસમાં આ બીજી ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ઇડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં પૂર્વ ટેલિકોમ મંત્રી દયાનિધી મારન, તેના ભાઇ કલાનિધી મારન તથા અન્યો સામે આરોપ લગાવ્યા હતા.

આ ચાર્જશીટમાં એવો આરોપ કરવામાં આવ્યો હતો કે, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મોરેશિયસ સ્થિત ગ્બોબલ કોમ્યુનિકેશન સર્વિસ હોલ્ડીંગ લી. (જે મેક્સિ કંપનીની સબસિડરી છે) તેને 2006માં એફઆઇપીબીની મંજુરી આપી હતી.

જો કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશ (CBI)એ દાખલ કરેલી પહેલી ચાર્જશીટ સીબીઆઇ કોઇ આધારભૂત પુરાવા રજૂ ન કરી શકતા મારન બંધુઓ સહિત અન્ય આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા.

જો કે, પી. ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિએ કહ્યુ છે કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે. 

 
First published: October 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading