Home /News /national-international /કોલકાતામાં EDનું સર્ચ ઓપરેશન, 17 કરોડ રોકડા મળ્યા, નોટોની ગણતરીમાં લાગ્યા 8 મશીન!

કોલકાતામાં EDનું સર્ચ ઓપરેશન, 17 કરોડ રોકડા મળ્યા, નોટોની ગણતરીમાં લાગ્યા 8 મશીન!

કોલકાતામાં EDનું સર્ચ ઓપરેશન, 17 કરોડ રોકડા મળ્યા

ED earch operation in Kolkata: કોલકાતાના ગાર્ડનરિચમાં ટ્રાન્સપોર્ટ વેપારી આમિર ખાનના ઘરેથી ઓછામાં ઓછા 17 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે

    કોલકાતા: કોલકાતાના ગાર્ડનરિચમાં ટ્રાન્સપોર્ટ વેપારી આમિર ખાનના ઘરેથી ઓછામાં ઓછા 17 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ શનિવારે બપોરે આ માહિતી આપી હતી. મોટા પ્રમાણમાં ઝડપાયેલી નોટોની ગણતરી કરવા માટે આમિર ખાનના ઘરે કુલ 8 નોટ કાઉન્ટીંગ મશીન લાવવામાં આવ્યા છે. ઇડી મુજબ, તે મોબાઈલ ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી કરતો હતો. આ મામલે ઇડીએ શનિવારે સવારે 8.30 વાગ્યાથી કોલકાતામાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સાત સભ્યોની ઇડી ટીમમાં બે મહિલા અધિકારીઓ ઉપરાંત બે બેંક અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આમિર ખાનના બે માળના ઘરમાંથી 17 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી આવી છે. આમિર ખાનના ઘરમાં એક રૂમના પલંગની નીચે પ્લાસ્ટિકની અનેક થેલીઓમાં નોટોના ઢગલા હતા. તેમાં 500 અને2000ની નોટો રાખવામાં આવી હતી. અત્યારે નોટોની ગણતરી ચાલી રહી છે.



    આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે જોધપુરમાં કહ્યું- રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે

    મળતી માહિતી અનુસાર, મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોના ખાતામાંથી પૈસા ઉલાડવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે જ ઇડીએ કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલ ગેમ એપ ફ્રોડનો મામલો બે વર્ષ અગાઉનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે ઇડીને ફરિયાદ કરવામાં આવી હતી.

    આમિર ખાને ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જે લોકોને છેતરવા માટે બનાવવામાં આવી હતી. શરૂઆતમાં યુઝર્સને કમિશન સાથે ઇનામ પણ આપવામાં આવતા હતા. વોલેટમાં રહેલું બેલેન્સ ગમે ત્યારે ઉપાડી શકાતું હતું. આ સાથે તેણે શરૂઆતમાં યુઝરનો વિશ્વાસ જીત્યો હતો. લોકોએ આ ઊંચા કમિશન અને વધુ સંખ્યામાં પરચેઝ ઓર્ડર માટે રોકાણ કરવાનું શરૂ કર્યું. આવું કરીને તેણે લોકો પાસેથી સારી એવી રકમ એકઠી કરી હતી. બાદમાં એપ સર્વરમાંથી પ્રોફાઈલ ઈન્ફોર્મેશન સહિતનો તમામ ડેટા કાઢી નાખવામાં આવ્યો હતો, ત્યારબાદ યુઝરને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Enforcement directorate, National news, Raids

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन