Home /News /national-international /PFIએ રચ્યું હતું PM મોદી પર હુમલાનું ષડયંત્ર- EDનો દાવો, નિશાન પર હતી જુલાઈ 2022ની પટના રેલી

PFIએ રચ્યું હતું PM મોદી પર હુમલાનું ષડયંત્ર- EDનો દાવો, નિશાન પર હતી જુલાઈ 2022ની પટના રેલી

ઈડીએ દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ પટનામાં PM મોદીની રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. (ફાઈલ તસ્વીર)

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)એ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. આ સિવાય યુપીમાં સંવેદનશીલ જગ્યાઓ અને વ્યક્તિઓ પર હુમલો શરૂ કરવા માટે આતંકવાદી મોડ્યુલ, ઘાતક હથિયારો અને વિસ્ફોટકોના સંગ્રહ કરવામાં આ વિવાદિત સંગઠન સામેલ હતું. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ઈડીએ ગુરુવારે કેરળથી ધરપકડ કરવામાં આવેલા પીએફઆઈ મેમ્બર શફીક પાયેથની વિરુદ્ધ પોતાની રિમાન્ડ નોટમાં દાવો કરતા કહ્યું છે કે આ વર્ષે 12 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના યાત્રા દરમિયાન, સંગઠને તેમની પર હુમલો કરવા માટે એક શિબિરનું પણ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2013માં પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલમાં સંખ્યાબંધ વિસ્ફોટ થયા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)એ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. આ સિવાય યુપીમાં સંવેદનશીલ જગ્યાઓ અને વ્યક્તિઓ પર હુમલો શરૂ કરવા માટે આતંકવાદી મોડ્યુલ, ઘાતક હથિયારો અને વિસ્ફોટકોના સંગ્રહ કરવામાં આ વિવાદિત સંગઠન સામેલ હતું. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ઈડીએ ગુરુવારે કેરળથી ધરપકડ કરવામાં આવેલા પીએફઆઈ મેમ્બર શફીક પાયેથની વિરુદ્ધ પોતાની રિમાન્ડ નોટમાં દાવો કરતા કહ્યું છે કે આ વર્ષે 12 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના યાત્રા દરમિયાન, સંગઠને તેમની પર હુમલો કરવા માટે એક શિબિરનું પણ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2013માં પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલમાં સંખ્યાબંધ વિસ્ફોટ થયા હતા.

  22 સપ્ટેમ્બરે પીએફઆઈની વિરુદ્ધ પડી હતી રેડ

  ઈન્ડિય મુજાહિદીન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ બ્લાસ્ટ કર્યા હતા. જે ભારતમાં પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવેમેન્ટના સભ્ય રહી ચુક્યા હતા. ઉલ્લેખનીય છે કે સીમી પણ પીએફઆઈ જેવું જ એક સંગઠન હતું. ઈડીએ છેલ્લા થોડા વર્ષોમાં આ સંગઠન ઠારા એકત્રિત કરવામાં આવેલા 120 કરોડ રૂપિયાનું વિવરણ મળવ્યું છે. જે મોટાભાગે કેશમાં જ મેળવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ ફન્ડનો ઉપયોગ સમગ્ર દેશમાં તોફાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. ઈડીએ 22 સપ્ટેમ્બરે પીએફઆઈની વિરુદ્ધ સમગ્ર દેશમાં રેડ પછી તેના 4 સભ્યોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિત ઘણી એજન્સીઓએ આ સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ઈડીએ સંગઠનના ત્રણ અન્ય પદાધિકારીઓની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. તેમના નામ- પરવેઝ અહમદ, મોહમ્મદ ઈલિયાસ અને અબ્દુલ મુકીત. 2018થી પીએફઆઈની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ તપાસ શરૂ થયા પછી તપાસ એજન્સીઓએ આ બધાની ઘણી વખત પુછપરછ કરી છે.

  ઈડીને 120 કરોડ રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડની થઈ છે જાણ

  ઈડીએ એક સમયે કતરમાં રહેનાર શફીક પાયેથ પર દેશમાં અરાજકતા ફેલાવવા માટે વિદેશમાંથી પીએફઆઈના પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં પોતાના એનઆર આઈ ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીના જણાવ્યા અનુસાર, પાયેથના ઠેકાણો પર ગત વર્ષે તેણે રેડ કરી હતી. તેમાં રિયલ એસ્ટેટ વ્યવસાયોમાં રોકાણ અને પીએફઆઈમાં તેમના પૈસાના ડાયવર્ઝનનો ઘટસ્ફોટ થયો હતો. ઈડીના જણાવ્યા મુજબ પીએફઆઈ અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓના ખાતામાં છેલ્લા થોડા વર્ષોમાં 120 કરોડ રૂપિયાથી વધુ પૈસા જમા થયા છે. ઈડીએ વધુમાં દાવો કર્યો છે કે આ પૈસાનો ઉપયોગ ફેબ્રુઆરી 2020ના દિલ્હીના રમખાણોમાં પણ થયો હતો.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Enforcement directorate, Naredndra modi, NIA raids Terror Funding

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन