Home /News /national-international /ED એ નવાબ મલિક પર કસ્યો ગાળિયો, 1993 મુંબઇ બ્લાસ્ટના આરોપી સાથે મુલાકાતોનો આરોપ

ED એ નવાબ મલિક પર કસ્યો ગાળિયો, 1993 મુંબઇ બ્લાસ્ટના આરોપી સાથે મુલાકાતોનો આરોપ

કોર્ટે જણાવ્યું હતું કે, હસીના પારકરની મિલીભગતથી નવાબ મલિક દ્વારા કથિત રીતે જપ્ત કરવામાં આવેલી મિલકત મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળના ગુનાની કમાણી છે

ED Chargesheet: - ED ની ચાર્જશીટમાં નોંધાયેલા સરદાર ખાનના નિવેદન અનુસાર, નવાબ મલિક અને હસીના પારકર વચ્ચે સમજૂતી થઈ હતી અને NCP નેતા હસીનાને રૂ.55 લાખ, સલીમ પટેલને રૂ. 15 લાખ અને સરદાર ખાનને રૂ. 5 લાખ આપવા સંમત થયા હતા

મુંબઈ : મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP)વરિષ્ઠ નેતા નવાબ મલિક (Nawab Malik) વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ મુજબ ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, ગોવાવાલામાં નવાબ, તેના ભાઈ અસલમ, દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર અને '1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ'ના (1993 mumbai blast) દોષિત સરદાર ખાન કુર્લામાં સ્થિત ગોવાવાલ કોમ્પ્લેક્સને લઇને 'મલ્ટિપલ રાઉન્ડ મીટિંગ્સ' થઇ હતી. આ ડીલમાં NCP નેતા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

સ્પેશિયલ કોર્ટે શુક્રવારે ઇડીએ ગયા મહિને દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. જેમાં નવાબ મલિક, સરદાર ખાન અને મંત્રી સાથે જોડાયેલી કંપનીઓ, સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ આર્થર રોડ જેલમાં બંધ મલિક અને ઔરંગાબાદ જેલમાં બંધ ખાન વિરુદ્ધ કાર્યવાહી જારી કરીને કહ્યું હતું કે, કેસમાં આગળ વધવા માટે પર્યાપ્ત આધાર છે. કોર્ટે કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ પુરાવા છે કે જે દર્શાવે છે કે આરોપીઓ મની-લોન્ડરિંગના ગુનામાં સીધા અને જાણી જોઈને સામેલ છે.

કોર્ટે જણાવ્યું હતું કે, હસીના પારકરની મિલીભગતથી નવાબ મલિક દ્વારા કથિત રીતે જપ્ત કરવામાં આવેલી મિલકત મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળના ગુનાની કમાણી છે. ED ની ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહ પારકર સહિત 17 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. ઇડીએ ચાર્જશીટમાં અલીશાહને ટાંકીને ઉલ્લેખ કર્યો છે કે, 2014માં તેની માતા હસીનાના મૃત્યુ સુધી દાઉદ અને તેની વચ્ચે લેવડદેવડ થતી હતી. ED અનુસાર, અલીશાહ પારકરે કુર્લાની મિલકત નવાબ મલિકને વેચવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો - વિદેશ પ્રવાસ માટે પીએમ મોદી રાતની યાત્રા જ કેમ પસંદ કરે છે? જાણો મહત્વનું કારણ

ફેબ્રુઆરીમાં NCP નેતા મલિકની કરાઈ હતી ધરપકડ

EDએ આ વર્ષે ફેબ્રુઆરીમાં NCP નેતા અને MVA સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તે હસીના પારકરના સહયોગી સલીમ પટેલ મારફત ગોવાવાલા કોમ્પ્લેક્સ સોદામાં સામેલ હતા. ED નો આરોપ છે કે મિલકત કથિત રીતે મૂળ માલિકો પાસેથી જપ્ત કરવામાં આવી હતી અને નવાબ મલિક સાથે જોડાયેલી કંપનીને વેચવામાં આવી હતી. તપાસ એજન્સીએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, હસીના પારકર તેના ભાઈ દાઉદની ગેંગ ડી-કંપનીની સક્રિય સભ્ય હતી. તે ટેરર ​​ફંડિંગ માટે ગોવાલા કોમ્પ્લેક્સ સહિત અનેક મુખ્ય મિલકતોના 'અનધિકૃત કબજા/સંપાદન'માં સામેલ હતી.

ગોવાવાલા કોમ્પ્લેક્સ હડપવાનો EDનો આરોપ

ED નો દાવો છે કે, નવાબ મલિકે ડી-કંપનીના સભ્યો સાથે મળીને ગોવાલા સંકુલને હડપવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ED એ તેની તપાસ દરમિયાન સરદાર ખાનનું નિવેદન નોંધ્યું હતું જે 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ED અનુસાર, સરદાર ખાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે સલીમ પટેલ હસીના પારકરના નજીકના સહયોગી હતા અને કુર્લામાં પ્રોપર્ટી અંગે તેમની સૂચનાઓ પર દરેક નિર્ણય લેતા હતા. EDએ તેની ચાર્જશીટમાં સરદાર ખાનના નિવેદનને ટાંક્યું છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે કુર્લા સંપત્તિના સંબંધમાં તેમની, સલીમ પટેલ, હસીના પારકર અને નવાબ મલિક વચ્ચે કેટલીક રાઉન્ડ મીટિંગ્સ યોજાઈ હતી.

મલિક અને હસીના વચ્ચે ડીલ ફાઇનલ થઇ

ED ની ચાર્જશીટમાં નોંધાયેલા સરદાર ખાનના નિવેદન અનુસાર, નવાબ મલિક અને હસીના પારકર વચ્ચે સમજૂતી થઈ હતી અને NCP નેતા હસીનાને રૂ.55 લાખ, સલીમ પટેલને રૂ. 15 લાખ અને સરદાર ખાનને રૂ. 5 લાખ આપવા સંમત થયા હતા. સલીમ પટેલ અને હસીના પારકર બંનેનું મૃત્યુ થયું છે. ઇડીએ કહ્યું છે કે આ બેઠકોમાં સરદાર ખાન હાજર હતા. તેથી તેમના નિવેદનને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે.

EDનો દાવો છે કે ચારેય (નવાબ મલિક, હસીના પારકર, સલીમ પટેલ અને સરદાર ખાન)એ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને કુર્લા પ્રોપર્ટીના મૂળ માલિક મુનીરા પ્લમ્બરને ગેરમાર્ગે દોરી સલીમ પટેલના પક્ષમાં 'પાવર ઑફ એટર્ની' બનાવીને સંપત્તિ પર ગેરકાયદેસર કબજો કર્યો હતો.
First published:

Tags: Nawab Malik, NCP

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો