Home /News /national-international /

EDએ મોદીની દુબઇમાં આવેલી રૂ 56 કરોડની સંપતિ જપ્ત કરી

EDએ મોદીની દુબઇમાં આવેલી રૂ 56 કરોડની સંપતિ જપ્ત કરી

પ્રતિકાત્મક તસવીર

આ સિવાય ગયા મહિને, ઇડીએ નિરવ મોદી અને તેના પરિવારની ન્યૂયોર્ક સ્થિત રૂ 637 કરોડની સંપતિ જપ્ત કરી હતી.

    ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેંક કૌભાંડમાં ભાગેડું નિરવ મોદી પર સંકજો કસ્યો છે અને તેની દુબઇ સ્થિત 56 કરોડની સંપતિ જપ્ત કરી છે. ઝવેરાતનો વેપારી નિરવ મોદી ભારતના અત્યાર સુંધીના સૌથી મોટા બેંક કૌભાંડનો આરોપી છે. પંજાબ નેશનલ બેંકનાં 7.79 મિલીયન ડોલરના કૌભાંડનો આરોપી છે.
    ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટે પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ નિરવ મોદીની દુબઇ સ્થિત 11 સંપતિઓ જપ્ત કરી છે.

    આ સિવાય ગયા મહિને, ઇડીએ નિરવ મોદી અને તેના પરિવારની ન્યૂયોર્ક સ્થિત રૂ 637 કરોડની સંપતિ જપ્ત કરી હતી.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, મુંબઇ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં નિરવ મોદીની સંપતિ જપ્ત કરવા માટેની કાયદાકીય પ્રક્રિયા માટેના પત્રો મળી જશે.
    જ્યારથી પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદીનું કૌભાંડ (બેંક ફ્રોડ) બહાર આવ્યું છે ત્યારથી નિરવ મોદી દેશ છોડીને ભાગી ગયો છે. નિરવ મોદીનું બૈંક ફ્રોડ આવ્યા પછી સમગ્ર દેશમાં મોદી સરકાર પર ટીકાની ઝડી વરસી હતી. તપાસ એજન્સીઓએ નિરવ મોદીની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ નોટિસ પણ ઇશ્યુ કરી છે. છેલ્લા સમાચાર અનુસાર, નિરવ મોદી ઇંગ્લેન્ડમાં છુપાયા હતો.

    અત્યાર સુંધીમાં ઇડીએ નિરવ મોદી અને તેના પરિવારની રૂ 700 કરોડની સંપતિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ નિરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ પણ ફાઇલ કરી દીધી છે.

    નિરવ મોદી, તેના કાકા મેહુલ ચોક્સી તથા અન્ય આરોપી સામે આર્થિક અપરાધનાં ગૂનાઓ નોંધાયા છે. પંજાબ નેશનલ બેંકનાં 13,000 કરોડનાં કૌભાંડમાં નિરવ મોદી તથા અન્યો આરોપી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Dubai, Nirav Modi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन