જેટલીએ કહ્યું, UPA કરતાં NDAની અર્થવ્યવસ્થા સારી, કોંગ્રેસે ગણાવી ભૂલો

નાણામંત્રી અરૂણ જેટલી

 • Share this:
  નાણામંત્રી અરૂણ જેટલીએ અર્થવ્યવસ્થાને લઈને પાછલી સરકાર પર તંજ કસ્યો છે. જેટલીનું કહેવું છે કે, 2014માં જ્યારથી એનડીએ સરકાર બની છે, ત્યારથી દેશની અર્થવ્યવસ્થામાં કેટલાક મોટા પરિવર્તન આવ્યા છે. સોશિયલ સાઈટ ટ્વિટર અને ફેસબુક પર બ્લોગ દ્વારા નાણામંત્રીએ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં આંકડાઓનો આપતા આ દાવાઓ કર્યા હતા.

  PM મોદીને એક વર્ષમાં મળ્યા 168 વિદેશી ભેટ, જાણો શું છે કિંમત?
  અરૂણ જેટલીએ આઈએમએફની તરફથી ફેબ્રુઆરી 2014 અને જુલાઈ-ઓગસ્ટ 2018ના આંકડાઓની તુલના કરતાં ટ્વિટ કર્યું છે. તેમને લખ્યું- અમે પાછલા ચાર વર્ષોમાં ચાર વર્ષોમાં ઘણા આગળ વધ્યા છે, વિધાનસભા અને અન્ય માધ્યમોથી સરકારે ઘણા બધા સુધાર કર્યા છે. જેનાથી દેશની આર્થિક પ્રણાલી સાફ-સુતરી અને પારદર્શી થઈ છે.

  યૂપીએ સરકારની ટીકા કરતાં જેટલીએ કહ્યું કે, આઈએમએફ રિપોર્ટે 2014માં વ્યાપક આર્થિક અસ્થિરતા અને સંરચનાત્મક નબળાઈઓને ઉજાગર કરી, જેના કારણે દેશમાં મોંઘવારી, નાણાકિય ખોટ, ચાલું ખાતાઓનાં નુકશાન સાથે આધારભૂત સંરચના અને ઉર્ઝા ક્ષેત્રના પ્રોજેક્ટ રોકાઈ ગયા. પરંતુ, પાછલા ચાર વર્ષોમાં ઉઠાવેલા નિર્ણાયક પગલાઓના કારણે ભારતની અર્થવ્યવસ્થા ઘણા બધા દેશોથી આગળ ઉભી છે.

  જેટલીએ લખ્યું, આઈએમએફની 2018ની રિપોર્ટ અનુસાર, 2014 કરતાં આર્થિક સ્થિરતા આવી છે અને સંરતનાત્મક સુધાર કરવાનો ફળ મળ્યો છે. નવેમ્બર 2016માં રોકડને લઈને ઉઠાવેલા પગલાઓ અને જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવાથી આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થયો પરંતુ હવે રોકાણના વધવાથી ગતિ વધી છે અને તેની ભરપાઈ થઈ રહી છે.

  નાણામંત્રી પર પલટવાર કરતાં કોંગ્રેસે કહ્યું, કોંગ્રેસની યૂપીએ-I અને યૂપીએ- II સરકારે આઝાદી પર દેશની અર્થવ્યવસ્થાને દશકાની સૌથી સારી તરક્કી કરી છે. જ્યારે મોદી સરકાર દરમિયાન 2017-18ની જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા છે જે ચાર વર્ષમાં સૌથી નીચેના સ્તર પર છે.
  Published by:Mujahid Tunvar
  First published: