Home /News /national-international /

મોદીની આર્થિક સલાહકાર મંડળીમાંથી વધુ એક અર્થશાત્રીએ રાજીનામુ આપ્યું

મોદીની આર્થિક સલાહકાર મંડળીમાંથી વધુ એક અર્થશાત્રીએ રાજીનામુ આપ્યું

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલા રિઝર્વ બેંકનાં ગવર્નર રઘુરામ રાજનને ગવર્નર તરીકે બીજી ટર્મ ન મળી અથવા તેમણે ન સ્વીકારી. આ પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમનિયને પણ અગંત કારણોસર રાજીનામુ આપી દીધુ હતુ

  દેશનાં અર્થતંત્રની સ્થિતિ કેવી છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે, અર્થતંત્રનાં જાણકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છોડીને ભાગી રહ્યા છે. સોમવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયનાં ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ ધરી દીધુ હતું. આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક બાબતો પર સલાહ આપતી ઇકોનોમિક કાઉન્સિલનાં સભ્ય સુરજિત ભલ્લાએ પણ રાજીનામુ આપી દીધુ છે. સુરજિત ભલ્લા આ કમિતિનાં પાર્ટ ટાઇમ સભ્ય હતા. તેઓ અર્થશાત્રી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા રિઝર્વ બેંકનાં ગવર્નર રઘુરામ રાજનને ગવર્નર તરીકે બીજી ટર્મ ન મળી અથવા તેમણે ન સ્વીકારી. આ પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમનિયને પણ અગંત કારણોસર રાજીનામુ આપી દીધુ હતુ. પણ એવુ મનાઇ રહ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિ આ ક્ષેત્રનાં જાણકારોને ગળે ઉતરતી નથી. મોદીની નોટબંધી થઇ જીએસટીનાં અમલીકરણ સુંધી અનેક નિર્ણયોએ તજજ્ઞોને ચોંકાવી દીધા હતા.

  ઉર્જિત પટેલ અને મોદી સરકાર વચ્ચે ઘણા લાંબા સમયથી આરબીઆઇનાં મહત્વનાં નિર્ણયોને લઇને સંઘર્ષ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પાંચ રાજ્યોનાં વિધાનસભા ચૂંટણી પરિણામોએ પણ શેર માર્કેટ પર અસર કરી હતી.
  વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાં રથિન રોય, આસિમા ગોયલ અને સમિકા રવિનો સમાવેશ થાય છે. આ સમિતિનાં અધ્યક્ષ નિતિ આયોગનાં સભ્ય બિબેક ડેબ્રોય છે.
  આ તર, ઉર્જિત પટેલનાં રાજીનામા પછી આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નર એન.એસ.વિશ્વનાથનને વચગાળાનાં ગવર્નર બનાવે તેવી શક્યતા છે. જુલાઇ 2016માં એન.એસ. વિશ્વનાથનને આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમની નિમણૂંક ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી.
  જો તેમની વચગાળાનાં ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવશે તો, આગામી શુક્રવારે યોજાનારી બોર્ડ મિટીંગ તેમના અધ્યક્ષ સ્થાને યોજાશે.

  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે જણાવ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટલે રાજીનામુ આપ્યા પછી કહ્યું કે, આ આ એક દુખદ ઘટના છે અને ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડશે. એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસને જીત તરફ દર્શાવી હતી તો મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં કસોકસની સ્થિતિ દર્શાવતા શેર બજારમાં કડાકો થશે તેવી શક્યતા અગાઉથી જ વર્તાતી હતી.
  ઉર્જિત પટેલ અને નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે ઘણા સમયથી ગજગ્રાહ ચાલતો હતો અને અંતે ઉર્જિત પટેલે રાજીનામુ આપી દીધુ છે. જો કે, તેમણે કહ્યું કે, તેઓ તેમના અંગત કારણોસર રાજીનામુ આપે છે.

  મનમોહન સિંઘે એમ પણ કહ્યું કે, ઉર્જિત પટેલનાં રાજીનામાથી એ સ્પષ્ટ થાય છે કે, મોદી દેશની તમામ સ્વાયત્ત સંસ્થાઓને ખતમ કરવા માંગે છે. ટૂંકાગાળાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે આ બધુ થઇ રહ્યું છે. આરબીઆઇ ગવર્નરનાં રાજીનામાથી મને ખુબ દુખ થયું છે. ભારતીય અર્થતંત્રની એક તરફ ખરાબ હાલત છે એવા સમયે આ સમાચાર દેશનાં અર્થતંત્ર પર ખરાબ અસર કરશે”.
  55 વર્ષનાં ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 5, 2016નાં રોજ, 24માં ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Economy, Polls, આરબીઆઇ, પીએમ મોદી, રાહુલ ગાંધી

  આગામી સમાચાર