Home /News /national-international /Economic Survey 2023: વૈશ્વિક સંકટ છતાં વિકાસ દરમાં સૌથી આગળ ભારત, નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યો આર્થિક સર્વે
Economic Survey 2023: વૈશ્વિક સંકટ છતાં વિકાસ દરમાં સૌથી આગળ ભારત, નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યો આર્થિક સર્વે
economic survey 2023
નાણામંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે અમે બજેટમાં લગાવેલા અનુમાનથી ક્યાંય વધારે ટેક્સ મળ્યો છે. NHAI InvITએ વિદેશ અને ભારતીય રોકાણકારો પાસેથી 10,200 કરોડ રૂપિયા એકઠા કર્યા. અમારુ ફોકસ વિનિવેશ પર પણ છે. પણ તેમાં બહારી કારણો મોટી ભૂમિકા નિભાવે છે.
નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સદનમાં આજે બપોરે લગભગ 1 કલાકે આર્થિક સર્વેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં આગામી નાણાકીય વર્ષ માટે 6 ટકાથી લઈને 6.8 ટકા સુધીનો વિકાસ દર રહેવાનું અનુમાન લગાવ્યું છે. ગત વર્ષના આર્થિક સર્વેમાં 2022-23 દરમિયાન દેશનો જીડીપી વિકાસ દર 8-8.5 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું હતું.
આર્થિક સર્વેમાં ભારત સરકારે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થા હાલ કોવિડ- 19ની મહામારીથી ઉબરી રહી હતી, કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે નવું સંક્ટ સામે આવ્યું. પહેલા મહામારી અને હવે મોંઘવારીનો આ ઘેરાવ, પણ કુશળ મેનેજમેન્ટ અને યોગ્ય રણનીતિથી આપણે તેને પાર કરવામાં સફળ રહ્યા અને હવે ભારતીય અર્થવ્યવસ્થા મંદીથી કોસો દૂર દેખાઈ રહ્યું છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક સર્વે(India Economic Survey 2023)માં કહેવાયું છે કે, 2020 બાદ દુનિયાને આર્થિક સ્તર પર ઝટકાનો સામનો કરવો પડ્યો છે. કેટલાય દેશો પર ખરાબ અસર પડી છે. પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે. નાણાકીય વર્ષ 22માં દેશની અર્થવ્યવસ્થાએ અન્ય દેશોથી સારો વિકાસદર પ્રાપ્ત કર્યો છે.
Economic Survey 2023 : અનુમાનથી વધારે ટેક્સ મળ્યો
નાણામંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે અમે બજેટમાં લગાવેલા અનુમાનથી ક્યાંય વધારે ટેક્સ મળ્યો છે. NHAI InvITએ વિદેશ અને ભારતીય રોકાણકારો પાસેથી 10,200 કરોડ રૂપિયા એકઠા કર્યા. અમારુ ફોકસ વિનિવેશ પર પણ છે. પણ તેમાં બહારી કારણો મોટી ભૂમિકા નિભાવે છે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, એફડીઆઈ નીતિઓમાં ફેરફાર બાદ ફાર્મા સેક્ટરને અત્યાર સુધીમાં લગભગ 20 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. સપ્ટેમ્બર, 2022 જોઈએ તો, છેલ્લા પાંચ વર્ષમાં ફાર્મા સેક્ટરમાં એફડીઆઈ ચાર ગણું વધ્યું છે.
નાણામંત્રીએ જમાવ્યું છે કે, રોડ નિર્માણ પર સરકારે ચાલૂ નાણાંકીય વર્ષમાં પોતાના ખર્ચથી બે ગણુ વધારે કર્યું છે. આ દરમિયાન કુલ 1.49 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જે છેલ્લા નાણાકીય વર્ષથી 109 ટકા વધારે છે.
Economic Survey 2023 : મોંઘવારી કાબૂમાં આવતા વિકાસદર વધશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં જેવું મોંઘવારી નીચે આવશે, વિકાસ દરને આગળ વધારવામાં મદદ મળશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર પર સરકારનો ખર્ચ જીડીપીના 2.3 ટકા પર પહોંચી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર