વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી પ્રુમખ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ પર ચૂંટણી પંચ આજે નિર્ણય લેશે.
નાયબ ચૂંટણી કમિશનર ચંદ્ર ભૂષણ કુમારે સોમવારે જણાવ્યું કે પૂર્ણ આયોગ (Full commission) મંગળવાર સવારે બેઠક કરશે અને ફરિયાદો પણ નિર્ણય લેશે. તેઓએ કહ્યું કે, સચિવાલયે બધું સંશાધિત કર્યું અને વિગતોને ચૂંટણી પંચની સમક્ષ રજૂ કરી.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કરવા માટે ચૂંટણી પંચે આ મંગળવાર અને ગુરુવારે બેઠક કરે છે. સૂત્રો મુજબ આ બેઠકમાં ચૂંટણી પંચ તરફથી કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે.
ચૂંટણી પંચે આ જાહેરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનના થોડા સમય બાદ કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આચાર સંહિતાનું ઉલ્લંઘન પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની પિટિશન પર મંગળવારે જ સુનાવણી કરવા જઈ રહ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર